________________
વાચસ્પતિ અને યાદવની કોશકૃતિઓની તેમજ ધવંતરિના નિઘંટુ અને લિંગાનુશાસનની સહાયતા લેવામાં આવી છે એવો પ્રારંભમાં જ ઉલ્લેખ છે. દેશીશબ્દસંગ્રહ–
- આ. હેમચંદ્રસૂરિએ દેશીશબ્દસંગ્રહ નામથી દેશ્ય શબ્દોના સંગ્રહાત્મક કોશગ્રંથની રચના કરી છે. એનું બીજું નામ દેશીનામમાતા’ અને ‘રયણાવલી’ પણ છે. દેશ્ય શબ્દોનો આવો કોશ હજી સુધી જોવામાં આવ્યો નથી. આજે તો આ એક માત્ર દેશી કોશ ઉપલબ્ધ છે. આમ. ૭૮૩ ગાથાઓ છે, જે આઠ વર્ગોમાં વિભક્ત છે. આ વર્ગોનાં નામ આ પ્રકારે છે – ૧. સ્વરાદિ, ૨. કવગદિ, ૩. ચવગદિ, ૪. ટવગદિ, ૫. તવગદિ, ૬. પવગદિ, ૭. યકારાદિ અને ૮. સકારાદિ. સાતમા વર્ગની આદિમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની નામવ્યવસ્થા જ્યોતિષશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે પરંતુ વ્યાકરણમાં નથી. આ વર્ગોમાં પણ શબ્દોને તેની અક્ષરસંખ્યાના ક્રમથી રાખવામાં આવ્યા છે અને અક્ષરસંખ્યામાં પણ અકારાદિ વર્ણાનુક્રમથી શબ્દો બતાવ્યા છે. આ ક્રમથી એકાર્યવાચી શબ્દ આપ્યા પછી અને કાર્યવાચી શબ્દોનું આખ્યાન કરવામાં આવ્યું છે.
આ કોશગ્રંથની રચના કરતી વેળાએ ગ્રંથકારની સામે અનેક કોશગ્રંથો વિદ્યમાન હતા એમ માલુમ પડે છે. પ્રારંભની બીજી ગાથામાં કોશકારે કહ્યું છે કે શ્રીપાદલિપ્તાચાર્ય વગેરેએ રચેલાં દેશીશાસ્ત્રો હોવા છતાંયે ગ્રંથકારે કયા પ્રયોજનથી આ ગ્રંથ રચ્યો એ ઉદ્દેશ ત્રીજી ગાથામાં બતાવ્યો છે –
'जे लक्खणे ण सिद्धा ण पसिद्धा सक्कयाहिहाणेस ।
ण य गउडलक्खणासत्तिसंभवा ते इह णिबद्धा ।।' – જે શબ્દ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના નિયમ દ્વારા સિદ્ધ થતા નથી, સંસ્કૃત કોશોમાં મળતા નથી અને અલંકારપ્રસિદ્ધ ગૌડી લક્ષણાશક્તિથી અભીષ્ટ અર્થ બતાવે છે તેને જ દેશી માનીને આ કોશમાં ગૂંધ્યા
દેશીશબ્દસંગ્રહ-ટીકા- આ કોશ પર સંસ્કૃતમાં સ્વોપજ્ઞ ટીકા છે, જેમાં અભિમાનચિલ, અવંતિસુંદરી, ગોપાલ, દેવરાજ, દ્રોણ, ધનપાલ, પાઠોદ્દખલ, પાદલિપ્તાચાર્ય, રાહુલક, શાંબ, શીલાંક અને સાત વાહનનાં નામ આપેલાં છે. નિઘંટુશેષ
આ. હેમચંદ્રસૂરિએ નિઘંટુશેષ' નામક વનસ્પતિકોશગ્રંથની રચના કરી છે. નિઘંટુનો અર્થ છે વૈદ્યકીયશબ્દોનો સમૂહ. વનસ્પતિઓનાં નામોના સંગ્રહને પણ નિઘંટુ' કહેવાની પરિપાટી પ્રાચીન છે. ધન્વન્તરિનિઘંટુ, રાજકોશનિઘંટુ, સરસ્વતી નિઘંટુ, હનુમન્નિઘંટુ આદિ વનસ્પતિકોશગ્રંથ પ્રાચીનકાળમાં પ્રસિદ્ધ હતા. “ધવંતરિનિઘંટુ' સિવાય ઉપર્યુક્ત ગ્રંથોમાંથી કોઈ ઉપલબ્ધ નથી. આ. હેમચંદ્રની સામે કદાચ ધવંતરિનિઘંટુ કોશ હતો. પોતાના કોશગ્રંથની રચનાના વિષયમાં આચાર્યે આ પ્રકારે જણાવ્યું છે –
'विहितैकार्थनानार्थ-देश्यशब्दसमुच्चयः ।।
निघण्टुशेषं वक्ष्येऽहं नत्वाऽऽर्हतपदपङ्कजम् ।।' –એકાઈકકોશ (અભિધાનચિંતામણિ), નાનાર્થકોશ (અનેકાર્થસંગ્રહ) અને દેશ્યકોશ (દેશીશબ્દસંગ્રહ)ની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org