________________
१९
પહેલી આવૃત્તિ ખલાસ થઈ જતાં લોકોની માગણી આવ્યા કરતી એટલે આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી હેમપ્રભવિજયજી ગણિવર્ય તથા શ્રી વિજયનીતિસૂરિ પુસ્તકાલયના ટ્રસ્ટીઓ શેઠ શ્રી અરવિંદભાઈ પન્નાલાલ, શ્રી ચારુચંદ ભોગીલાલ શાહ, શ્રી ગૌતમકુમાર શાંતિકુમાર તથા પૂ. આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ. પં. શ્રી હેમપ્રભવિજયજી મહારાજશ્રીએ મળીને આ કોશની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનો નિર્ણય કર્યો. નિર્ણય કરવા સાથે કેટલાક વિદ્વાનો અને મિત્રોની સલાહ લીધી. એ વિદ્વાન મિત્રોએ સૂચવ્યું કે જ્યારે બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવી જ છે તો આ કોશમાં જે ઉપયોગી શબ્દોં ન લેવાયા હોય તે ઉમેરવા જોઈએ. શબ્દો સાહિત્યમાં કેવી રીતે વપરાયા છે તેનાં પ્રમાણો પણ આમાં આપવાં જોઈએ અને આમાંની અશુદ્ધિઓ દૂર કરીને શબ્દોના ક્રમને પણ સુધારવો જોઈએ. આ સલાહ પૂ. પંન્યાસજી અને ટ્રસ્ટીઓને ઉપયોગી લાગી, આ બધું ધ્યાનમાં રાખીને મારી નિમણૂક કરવામાં આવી.
મને આ કોશનું કાર્ય તેના ઉદ્દેશને ધ્યાનમાં રાખી કરવાનું કહેવામાં આવ્યું ત્યારે અનેક કોશગ્રંથો મારી સામે હોવા જોઈએ તે નહોતા.
મેં શુદ્ધીકરણનું કામ હાથ ધર્યું. શબ્દોની શુદ્ધિ તો કરી પણ અકારાદિ ક્રમમાં જે ગરબડ હતી તે ધીમે ધીમે સુધારી લીધી અને કોશગ્રંથોની શોધમાં હું હતો ત્યારે પહેલી આવૃત્તિમાં કામે લીધેલા બધા કોશગ્રંથો મારી સામે ગોઠવાઈ ગયા. આધુનિક મોનિયર વિલિયમ્સ ડીક્ષનેરી જેવા બીજા પણ જે ગ્રંથો જોઈએ તે મને પૂરા પાડવામાં આવ્યા. લગભગ ૩૦૦–૪૦૦ પૃષ્ઠોનું કામ મેં પૂરું કર્યું હતું અને આધુનિક કોશગ્રંથોને જોતાં આ કોશમાં પણ શબ્દોના અર્થો સાહિત્યમાં કેવી રીતે પ્રયોજાયા છે તેના પ્રમાણો સાથે શબ્દોને તૈયાર કરવા માંડ્યા. આજે બે-અઢી વર્ષના ગાળામાં હું નિશ્ચિત ધોરણ ઉપર પહોંચ્યો છું અને કોશને વધુ ઉપયોગી બનાવવા તરફ મેં મારું ધ્યાન દોરવ્યું છે. ઉપયોગિતાની સાથોસાથ વિસ્તાર પણ ન થઈ જાય એ પણ એટલું જ ધ્યાનમાં રાખ્યું છે. એકનો એક શબ્દ લિંગ કે વ્યુત્પત્તિ માત્રમાં ફેર હોય ત્યાં જુદો ન આપતાં તે તે શબ્દની વ્યુત્પત્તિ અને લિંગની સાથે એક જ શબ્દમાં સમાવ્યા છે. ગત આવૃત્તિના છાપકામમાં સ્પેસીંગ ખૂબ રાખેલું તે આમાં ઘનિષ્ટ બનાવ્યું છે. ઉપસર્ગો, પ્રમાણશ્લોકો જુદી જુદી લાઇનમાં ન આપતાં એક જ સળંગ લાઇનમાં અર્થો, પ્રમાણો વગેરેને સમાવ્યાં છે.
ટ્રસ્ટીઓએ મને કોઈ સહાયક રાખવાની સૂચના કરેલી પણ એ અગવડભર્યું હતું. એટલે આ કાર્ય મારે એકલે હાથે કરવાનું માથે પડ્યું. એક તરફ બીજી આવૃત્તિનું મેટર તૈયાર થતું જાય અને બીજી તરફ પ્રેસમાં છપાતાં પ્રૂફો સુધારાતાં જાય. આજે એ નવી આવૃત્તિનાં ૯૪ ફોર્મ્સ છપાઈ ચૂક્યાં છે અને બીજા ભાગનું કામ લગભગ અર્ધું કરી લીધેલું છે. આ કામમાં લગભગ અઢી વર્ષ લાગ્યાં છે. હજી એટલું જ કામ બાકી છે.
આ કોશ સાર્વજનિક સાહિત્ય છે—
સંપાદન અને પ્રકાશન જૈન સંસ્થા તરફથી થયેલું હોવાથી રખે કોઈ એમ માને કે આ કોશગ્રંથમાં માત્ર જૈન પારિભાષિક શબ્દોનો સંગ્રહ હશે, પણ એમ નથી. વસ્તુતઃ સાહિત્ય બે પ્રકારનું હોય છેઃ એક છે આધ્યાત્મિક અને બીજું છે વ્યાવહારિક. આધ્યાત્મિક સાહિત્ય નિશ્ચિત અર્થવાળું હોય છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org