________________
૫૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧
૨. પિયંગુ વજ્રમાણપુરના શેઠ ધણદેવ(૧)ની પત્ની અને અંજૂ(૪)ની માતા હતી.
૧. વિપા.૩૨.
પિયકારિણી (પ્રિયકારિણી) તિત્શયર મહાવીરની માતા તિસલાનું બીજું નામ.
૧. આચા.૨.૧૭૭, ૬૫.૧૦૯.
પિયગંથ (પ્રિયગ્રન્થ) આચાર્ય સક્રિય સુપ્પઽિબુદ્ધના પાંચ શિષ્યોમાંનો એક. ૧. કલ્પ. (થેરાવલી).૭, કલ્પવિ.પૃ.૨૬૧-૬૨, કલ્પ.પૃ.૧૬૯.
પિયચંદ (પ્રિયચન્દ્ર) કણગપુરના રાજા, સુભદ્દા(૫)ના પતિ અને વેસમણ(૨)ના
પિતા.૧
૧. વિપા.૩૪.
૧. પિયĒસણ (પ્રિયદર્શન) ધાયઈસંડના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૭૪.
૨. પિયĒસણ પાચમું ગેવિજ્જગ સ્વર્ગીય વાસસ્થાન.
૧. સ્થા. ૬૮૫.
૩. પિયĒસણ મંદર(૩) પર્વતનું બીજું નામ.
૧. સમ.૧૬.
૧
પિયર્દેસણા (પ્રિયદર્શના) મહાવીર અને તેમની પત્ની જસોયાની પુત્રી, જમાલિ(૧)ની પત્ની અને જસવઈ(૧)ની માતા. મહાવીરે તેને દીક્ષા આપી હતી.૪ તેનું બીજું નામ અણુજ્જા હતું. પહેલાં પોતાના પતિ તરફની આસક્તિના કારણે તેના સંઘભેદક મતોને તે સ્વીકારતી હતી પરંતુ પછીથી તે મહાવીરના સંઘમાં પુનઃ પ્રવેશી. એક વાર તેણે સાવથીમાં કુંભાર ઢંકના ઘરમાં વાસ કર્યો હતો.
૧. આવભા.૮૦,કલ્પ,૧૦૯, આચા.
૪. એજન.પૃ.૪૧૬.
૫. આયા.૨.૧૭૭.
૬. વિશેષા.૨૮૨૫, ૨૮૩૨.
૭. આવચૂ.૧.પૃ.૪૧૮.
૨.૧૭૭, આવચૂ.૧.પૃ.૨૪૫, ૪૧૬, ઉત્તરાક.પૃ.૧૦૧.
૨. આવચૂ.૧.પૃ.૪૧૬. ૩. એજન.પૃ.૨૪૫
પિયરિસણ (પ્રિયદર્શન) જુઓ પિયËસણ.૧
૧. સ્થા. ૬૮૫.
૧. પિયમિત્ત (પ્રિયમિત્ર) મહાવીરનો પૂર્વભવ. અવરવિદેહ(૧) ક્ષેત્રમાં આવેલા મૂયા નગરના રાજા ધણંજય(૨) અને રાણી ધારિણી(૯)ના પુત્ર તે હતા. તે પોતાના સમયના ચક્કવિટ્ટ હતા. તેમણે પુટ્ટિલ(૧) પાસે દીક્ષા લીધી હતી.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org