________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૩ પિંડેસણા (પિચ્છેષણા) (૧) દસયાલિયનું પાંચમું અધ્યયન તેમજ (૨) આયારંગના બીજા શ્રુતસ્કન્ધનું પહેલું અધ્યયન.
૧. દશનિ-પૃ.૧૬૧, દશગૂ.પૃ.૧૬૫, દશહ.પૃ.૧૯૦, પિંડનિમ.પૃ.૧.
૨. આચાશી.પૃ.૩૨૧, પિડનિમ.પૃ.૪. પિમ્બુર એક અણારિય (અનાર્ય) જાતિના લોકો જે સિંધુ(૧) નદીની પશ્ચિમે વસતા હતા. તેમને ભરહ(૧)ના સેનાપતિ સુસણ(૧)એ જીત્યા હતા.'
૧. જમ્મુ.પર. પિટ્ટચંપા (પૃષ્ઠચંપા) જ્યાં મહાવીરે પોતાનો ચોથો વર્ષાવાસ ગાળ્યો હતો તે સ્થાન. આ સ્થાનના રાજા સાલે મહાવીર પાસે દીક્ષા લઈ શ્રામણ્ય સ્વીકાર્યું હતું. તે ચંપાની પશ્ચિમે રાયગિહ તરફ જતા માર્ગ ઉપર આવેલું હતું. ૧. કલ્પ.૧૨૨, આવનિ.૪૭૯, વિશેષા. ૨. આવચૂ.૧.પૃ.૩૮૧, ઉત્તરાશા.પૃ.૩૨ ૧, ૧૯૩૩, કલ્પવિ.પૃ.૧૬૫, ૧૮૮, | ૩૨૩, ઉત્તરાક.પૃ.૨૧૫. કલ્પધ.પૃ.૧૨૧.
૩. શ્રભમ.પૃ.૩૭૭. પિટ્ટિચંપા (પૃષ્ઠચંપા) જુઓ પિચંપા.'
૧. આવયૂ.૧,પૃ.૩૮૧, આવહ.પૃ.૨૮૬, આવમ.પૃ.૨૭૯. ૧. પિટ્ટિમાઇઅ (પૃષ્ટિમાતૃક) અણુત્તરોવવાઈયદસાના ત્રીજા વર્ગનું સાતમું અધ્યયન.
૧. અનુત્ત.૩. ૨. પિટ્ટિમાઇઅ વાણિયગ્ગામની ભદ્દા(૯) સાર્થવાહીનો પુત્ર. તેને મહાવીરે દીક્ષા આપી હતી. મૃત્યુ પછી તે સવટ્ટસિદ્ધ નામના સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ પામ્યો. ભવિષ્યમાં તે મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષ પામશે.'
૧. અનુત્ત. ૬. પિટ્ટીચંપા (પૃષ્ઠીચંપા) જુઓ પિટ્ટચંપા.'
૧. આવનિ.૪૭૯, વિશેષા.૧૯૩૩, ઉત્તરાનિ.પૃ.૩૨૩. પિઢર (પિઠર) કંપિલ્લપુર નગરના રાજા. તે રાણી જસવઈ(૧)ના પતિ અને રાજકુમાર ગાગલિના પિતા હતા.'
૧. ઉત્તરાશા.પૃ.૩૨૩, ઉત્તરાક.પૃ.૨૧૫, આવયૂ.૧.પૃ.૩૮૧, આવહ.પૃ.૨૮૬. ૧.પિયંગુ (પ્રિયg) ચંપા નગરીના રાજા મિત્તપ્પભના મન્દી ધમ્મઘોસ(૩)ની પત્ની. તે તે જ નગરીના શેઠ ધણમિત્ત(૧)ના રૂપાળા પુત્ર સુજાત(૨) પ્રત્યે ખૂબ આકર્ષાઈ હતી.
૧. આવયૂ.૨,પૃ.૧૯૭, આવનિ.૧૨૯૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org