________________
૪૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગયા. એક વાર જ્યારે તે ધ્યાનમાં હતા ત્યારે તેમણે કોઈને આ પ્રમાણે કહેતાં સાંભળ્યા : “રાજા પસણ્ણચંદે સગીરપુત્રને રાજ્ય સોંપી શ્રમણત્વનો સ્વીકાર કરવામાં મોટી ભૂલ કરી છે. તેના મંત્રીઓ સગીર રાજાનો અને તેના આખા કુટુંબનો નાશ કરવાનું કાવતરું ઘડી રહ્યા છે. રાણી તો ક્યારની મહેલ છોડી ક્યાંક ભાગી ગઈ છે.” આ સાંભળી શ્રમણને ક્રોધ વ્યાપ્યો. તે મનમાં ને મનમાં મંત્રીઓ સાથે ઘોર યુદ્ધ લડ્યા. પણ પછી તેમને ભાન થયું કે પોતે શ્રમણ છે અને હવે તો રાજા નથી. તેમને પોતાના દુષ્ટ વિચારો માટે ઊંડો પસ્તાવો થયો, પરિણામે તેમને કેવળજ્ઞાન થયું અને તે મહાવીરની ઉપસ્થિતિમાં મોક્ષ પામ્યા.૨
૧. પાક્ષિય (પૃ.૧૧) અનુસાર તે ખિઇપઇઢિય(૨)ના રાજા હતા.
૨. આવચૂ.૧.પૃ.૪૫૬, નિશીચૂ.૪.પૃ.૬૮, આનિ.૧૧૫૮, આચાચૂ.પૃ.૧૭૯, સ્થાઅ. પૃ.૪૪, આવ.પૃ.૨૭.
૧. પસેણઇ (પ્રસેનજિત્) અંતગડદસાના પ્રથમ વર્ગનું નવમું અધ્યયન.
૧. અન્ત.૧.
૨. પસેણઇ બારવઈના રાજા અંધગવર્ણાિ(૧) અને રાણી ધારિણી(પ)ના પુત્ર. તેમને તિત્શયર અરિટ્ટણેમિએ દીક્ષા આપી હતી. તે બાર વર્ષનું શ્રામણ્ય પાળી સેત્તુંજ પર્વત ઉપર મોક્ષ પામ્યા.
૧. અન્ન.૨.
૩. પસેણઇ સાવથી નગરીના રાજા.૧
૧
૧. ઉત્તરાનિ.પૃ.૨૮૬, ઉત્તરાશા.પૃ.૨૮૮.
૪. પસેણઇ વર્તમાન ઓસપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા પાંચમા કુલગર. ચક્ષુકંતા તેમની પત્ની હતી. તેમની ઊંચાઈ છ સો ધનુષ હતી.
*
૧. સમ.૧૫૭, સ્થા.૫૫૬, તીર્થો. ૭૫, આવનિ.૧૫૫, વિશેષા. ૧૫૬૮, જમ્મૂ.૨૮૨૯, કલ્પવિ.પૃ.૨૩૨.
૨. સ્થા.૫૫૬.
૩. આનિ.૧૫૬.
૫. પસેણઇ કુસગ્ગપુરના રાજા. તે રાજા સેણિઅ(૧)ના પિતા, રાયગિહ નગરના સ્થાપક અને તિત્શયર પાસ(૧)ના અનુયાયી હતા. સંસ્કૃત ટીકાકારોના મતે તેમની પુત્રી પ્રભાવતી પાસને પરણી હતી, તેથી તે પાસના સસરા પણ હતા.
૧. આવચૂ.૨.પૃ.૧૫૮, ૧.પૃ.૫૪૬, નન્ક્રિમ.પૃ.૧૫૦. ૨. તીર્થો.૪૮૬.
૩. કલ્પધ.પૃ.૧૩૩, કલ્પવિ.પૃ.૨૦૪, કલ્પલ.પૃ.૧૧૨.
પસેણઇય (પ્રસેનજિત્) જુઓ પસેણઇ.
૧. તીર્થો.૭૫, ૪૮૬, સમ.૧૫૭, આનિ.૧૫૫, આવમ.પૃ.૧૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org