________________
પ૩૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ જયંત નામના સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ તરીકે જન્મ્યા. ભવિષ્યમાં તે મહાવિદેહમાં જન્મશે અને ત્યાં જ મોક્ષ પામશે.
૧. અનુત્ત.૨, આવ પૃ. ૨૭. ૩. હલ્લ રાયગિહનગરના રાજા સેણિઅ(૧) અને તેની રાણી ચેલ્લણાનો પુત્ર. સેણિઅ રાજાએ તેને સેયણય નામનો ઉત્તમ હાથી ભેટ આપ્યો, હલ્લના મોટાભાઈ કૂણિઅએ હલ્લને તે હાથી પોતાને આપી દેવા કહ્યું. હલ્લે ઇન્કાર કરી દીધો અને પોતાના નાના (માતાના પિતા) રાજા ચેડગના શરણમાં હલ્લ જતો રહ્યો. આના કારણે ચેડગ અને કૂણિઅ વચ્ચે યુદ્ધ થયું. આવું જ તેના જોડકા ભાઈ વિહ@(૧)ની બાબતમાં બન્યું, જે વિહલ્લને સેણિઅએ ઉત્તમ કંઠહાર ભેટ આપ્યો હતો. હલ્લ(૨) અને હલ્લ(૩) એક જણાય છે. સંભવતઃ તેમની માતાના નામમાં કંઈક ગોટાળો થઈ ગયો છે.
૧. આવયૂ.૨.પૃ. ૧૬૭, ૧૭૧, નિરચં.૧.૧, ભગઅ.પૃ.૩૧૬, આવહ.પૃ.૬૭૯. હસ્સ (હાસ્ય) દક્ષિણ ક્ષેત્રના મહામંદિય દેવોનો ઇન્દ્ર.'
૧. સ્થા.૯૪. હસરઈ (હાસ્યરતિ) ઉત્તરના મહામંદિય દેવોનો ઇન્દ્ર.'
૧. સ્થા.૯૪. હાર દોગિદ્ધિદસાનું આઠમું અધ્યયન.
૧. સ્થા. ૭૫૫. હારદીવ (હારદ્વીપ) રયગવરાવભાસ(૨) સમુદ્રને ફરતો ઘેરીને આવેલો વલયકાર દ્વીપ. આ દ્વીપને ફરતો ઘેરીને આવેલો સમુદ્ર હારસમુદ્ર છે. હારભદ્ર અને હારમહાભદ્ હારદીવના બે અધિષ્ઠાતા દેવો છે.'
૧. જીવા. ૧૮૫. હારપ્પભા (હારપ્રભા) ચંપા નગરના શ્રેષ્ઠી ધણ(૫)ની પુત્રી અને વસંતપુર(૩)ના જિણદત્ત(૪)ની પત્ની. તે અત્યંત રૂપાળી હતી.'
૧. આવયૂ. ૧.પૃ.૫૩૧, આવહ.પૃ.૩૯૯. હારભદ્ર (હારભદ્ર) હારદીવના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.'
૧. જીવા. ૧૮૫. હારમહાભદ્ર (હારમહાભદ્ર) હારદીવના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક '
૧. જીવા. ૧૮૫. ૧. હારવર હારસમુદ્રના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.
૧. જીવા.૧૮૫,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org