________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૨૫
૧. પ્રશ્ન.૪, પ્રશ્નઅ.પૃ.૧૫, ઉત્તરાનિ.પૃ.૩૫૪, ઉત્તરાયૂ.પૃ.૨૦૧, આવચૂ.૨. પૃ. ૨૦૬, દશરૂ.પૃ.૪૫, નિશીચૂ.૧.પૃ.૯, ઓનિ.૭૬૬.
૨. હરિએસ રાયગિહ નગરનો માળી.૧
૧. વ્યવમ.૧.પૃ.૨૫.
૩. હરિએસ આ અને હરિએસિજ્જ એક છે.૧
૧. ઉત્તરાનિ.પૃ.૯.
રિએસબલ (રિકેશબલ) હરિએસ(૧) કોમના શ્રમણ, મયંગતીર જે મયગંગા નામે પણ જાણીતું હતું તે સ્થાનના રહેવાસી બલકોટ્ટ(૧) અને તેની પત્ની ગોરી(૩)ના તે પુત્ર હતા. તે પ્રભાવશાળી શ્રમણ હતા. તેમની સેવામાં જક્ષ દેવ રહેતા હતા. એક વાર જ્યારે બ્રાહ્મણોએ હિરએસબલનું અપમાન કર્યું ત્યારે જક્મે હિરએસબલના શરીરમાં પ્રવેશી પેલા બ્રાહ્મણોને બરાબર પાઠ ભણાવ્યો.૨
૧. ઉત્તરાયૂ.પૃ.૨૦૨-૨૦૩, ઉત્તરાનિ. ૨. ઉત્તરા.અધ્યયન ૧૨, ઉત્તરાક.પૃ.૨૩૫થી, અને ઉત્તરાશા.પૃ.૩૫૪-૫૬. નિશીયૂ.૩.પૃ.૫૮, સ્થાઅ.પૃ.૨૩૭,
સ્થા.૩૧૫.
હરિએસા (હરિકેશા) ચક્કટ્ટ બંભદત્ત(૧)ની પત્ની.૧
૧. ઉત્તરાનિ.પૃ.૩૭૯.
હરિએસિજ્જ (હરિકેશીય) ઉત્તરયણનું બારમું અધ્યયન.` ૧. સમ.૩૬, ઉત્તરાચૂ.પૃ.૨૦૧.
૧. હરિકંત (હરિકાન્ત) આ અને હરિ(૪) એક છે.૧
૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯.
૨. હરિકંત મહાહિમવંત પર્વતનું શિખર.૧
૧. સ્થા.૬૪૩, જમ્મૂ.૮૧.
હરિકતદીવ (હરિકાન્તદ્વીપ) હરિકતપ્પવાયકુંડની મધ્યમાં આવેલો નાનો દ્વીપ.
૧. જમ્મૂ.૮૦.
હરિકતપ્પવાયકુંડ (હરિકાન્તપ્રપાતકુણ્ડ) હરિકતા નદીનો ધોધ પડવાથી બનેલું તળાવ. તેની લંબાઈ પણ બસો ચાલીસ યોજન છે અને પહોળાઈ પણ તેટલી જ છે. તેનો પરિઘ સાતસો ઓગણસાઠ યોજન છે. તેની મધ્યમાં હરિકંતદીવ નામનો નાનો દ્વીપ આવેલો છે.
૧. જમ્મૂ.૮૦.
૧
હરિકંતા (હરિકાન્તા) જંબુદ્દીવની નદી. તે મહાપઉમદ્દહ નામના સરોવરની ઉત્તર બાજુમાંથી નીકળી હિરવાસ(૧) ક્ષેત્રમાં વહીને પશ્ચિમ લવણ સમુદ્રને મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org