________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫૧૯
૨. સોરિયદત્ત સોરિયપુરના માછીમાર સમુદ્દદત્ત(૧)નો પુત્ર.એક વાર તેના ગળામાં માછલીનું હાડકું ફસાઈ ગયું. વૈદ્યોએ તેને કાઢવા ઘણા પ્રયત્નો કર્યા છતાં તે કાઢી શકાયું નહિ. તેથી તેને તીવ્ર પીડા થઈ અને અનેક રોગો પણ થયા. આ બધું ગંદિપુરમાં તેણે તેના પૂર્વભવમાં સિરિઅ(૧) રસોઇયા તરીકે જે પાપ કર્યું હતું તેનું પરિણામ હતું.
૧
૧. વિપા.૨૯.
સોરિયપુર (સૌરિકપુર, શૌરિકપુર, શૌરીપુર, શૌર્યપુર અથવા સૂર્યપુર) જુઓ સોરિય(૧).
૧. કલ્પ.૧૭૧, ઉત્તરાનિ.પૃ.૪૯૫, પાક્ષિય.પૃ.૬૭, વિપા.૨૯, ઉત્તરા.૨૨.૧. સોરિયવડેંસગ (શૌર્યાવતંસક) સોરિયપુરમાં આવેલું ઉદ્યાન.
૧. વિપા.૨૯.
સોરિયાણ અથવા સોરિયાયણ (શૌર્યાયન) અરિટ્ટણેમિના તીર્થમાં થયેલા ઋષિ જેમને પત્તેયબુદ્ધ તરીકે સ્વીકારવામાં આવ્યા છે.
૧. ઋષિ.૧૬, ઋષિ (સંગ્રહણી).
૧
સોવસ્થિઅ (સૌવસ્તિક) અઠ્યાસી ગહમાંનો એક. આ સોન્થિય(૧)થી જુદો ગ્રહ છે. ૧. સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૮-૭૯, જમ્બુશા.પૃ.૫૩૪-૩૫, સૂર્ય.૧૦૭, સૂર્યમ.પૃ.૨૯૫
૯૬.
સોવસ્થિય (સૌવસ્તિક) આ અને સોલ્થિઅ' તથા સોવસ્થિયફૂડ એક છે. ૧. સૂર્ય.૧૦૭, સ્થા.૯૦, સ્થાઅ.પૃ.૭૯ .
મોવન્થિયફૂડ (સ્વસ્તિકકૂટ) વિજ્જુપ્પભ(૧) પર્વતનું શિખર જેના ઉ૫૨ અલાહયા(૧) દેવી વસે છે.
૧. જમ્મૂ.૧૦૧, સ્થા.૬૮૯.
સોવાગ (શ્વપાક) એક શૂદ્ર કોમ જે કોમના શ્રમણ હરિએસ હતા.૧ ૧. ઉત્તરા.૧૨.૩૭, ઉત્તરાશા.પૃ.૩૬૯.
૧
સોવીર (સૌવીર) જ્યાં ઉદાયણ(૧) રાજ કરતો હતો તે દેશ. આ દેશમાં શ્રમણો વારંવાર જતા. તે સિંધુ (૧) નદી ઉ૫૨ આવેલો હોઈ તેને લોકો સિંધુસોવીર કહેતા.
૧. ઉત્તરા.૧૮.૪૮, સ્થાઅ.પૃ.૪૩૧, કલ્પવિ.પૃ.૨૩૬.
૨. બૃભા.૨૦૯૫, ઉત્તરાનિ.અને ઉત્તરાશા.
પૃ.૪૧૯.
૩. ભગત.પૃ.૬૨૦.
છે. તેમાં બાવીસ લાખ
૧. સોહમ્મ (સૌધર્મ) પ્રથમ સ્વર્ગ. તેનો ઇન્દ્ર સક્ક(૩) વાસસ્થાનો છે જે તેર પ્રસ્તરો(પત્થડો) ઉપર વહેંચાયેલાં
૩
છે. આ પ્રથમ સ્વર્ગમાં
વસતા દેવોનું જઘન્ય આયુષ્ય એક પલ્યોપમ વર્ષ છે જ્યારે ઉત્કૃષ્ટ આયુષ્ય બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org