________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
સુગુત્ત (સુગુપ્ત) કોસંબીના રાજા સયાણીયનો મન્ત્રી.
૧
૧. આવચૂ.૧.પૃ.૩૧૬, વિશેષા.૧૯૭૬, આવમ.પૃ.૨૯૪થી, આવહ.પૃ.૨૨૨, કલ્પવિ.પૃ.૧૭૦, કલ્પ.પૃ.૧૦૯.
૧. સુગ્ગીવ (સુગ્રીવ) આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા નવમા સિત્તુ.૧
૧. સમ.૧૫૯, તીર્થો. ૧૧૪૬.
૨. સુગ્ગીવ તિત્શયર સુવિહિ(૧)ના પિતા. તે કાંગદીના રાજા હતા. તેમની પત્ની રામા(૩) હતી.૧
૧. સમ.૧૫૭, તીર્થો.૪૭૨, સ્થાઅ.પૃ.૩૦૮.
૩. સુગ્ગીવ રામ(૨)એ સીઆ(૭)ની શોધ કરવા સુગ્ગીવને કહ્યું હતું. સુગ્ગીવે હણુમંતને તેમ કરવા આજ્ઞા કરી.' કિંકિંધપુર(કિષ્કિન્ધપુર)ના વિદ્યાધર રાજા આદિત્યરથના બે પુત્રોમાંનો એક સુગ્ગીવ હતો. તેની પત્ની તારા હતી.
૧. નિશીચૂ.૧.પૃ.૧૦૪.
૨. પ્રશ્નઅ.પૃ.૮૯, પ્રશ્નજ્ઞા.પૃ.૮૮.
૪. સુગ્ગીવ જે નગરમાં રાજા ભદ્દબાહુ(૧) રાજ કરતા હતા તે નગર. રાજકુમાર મિયાપુત્ત(૩) ભદબાહુના પુત્ર હતા.
૧. ઉત્ત૨ા.૧૯, ૧-૨.
૪૪૯
૫. સુગ્ગીવ ભૂયાણંદ(૧)ના હયદળનો સેનાપતિ. ઉત્તરના ભવણવઇ દેવોના બીજા ઇન્દ્રોનું નામ.૧
૧. સ્થા.૪૦૪, ૫૮૨.
૧. સુઘોસ (સુઘોષ) ભરહ(૨) ક્ષેત્રમાં અતીત ઉસ્સપ્પિણી કાલચક્રમાં થઈ ગયેલા છઠ્ઠા કુલગર.' જુઓ કુલગર.
૧. સમ. ૧૫૭, સ્થા.૫૫૬.
૨. સુઘોસ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક.૧
૧. કલ્પધ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
૩. સુઘોસ બંભલોઅમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષ છે.
૧. સમ.૧૦,
૪. સુઘોસ સયંભૂ(૪) સમાન સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય છ સાગરોપમ વર્ષ છે.
૧. સમ૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org