________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૪૭
૨. સુકાલ સહસ્સારકલ્પમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે.
૧. સમ.૧૮.
૩. સુકાલ જેનું ચૈત્ય સોગંધિયા નગરમાં આવેલું છે તે યક્ષ.૧
૧. વિપા.૩૪.
૪. સુકાલ રાજા સેણિઅ અને તેમની રાણી સુકાલીનો પુત્ર. બાકીનું જીવનવૃત્ત કાલ(૧)ના જીવનવૃત્ત જેવું છે.'
૧. નિર.૧.૨, ૨.૨., નિરચં.૧.૧.
૧. સુકાલી અંતગડદસાના આઠમા વર્ગનું બીજું અધ્યયન.
૧. અન્ન.૧૭.
૧
૨. સુકાલી રાજા સણિયની પત્ની અને સુકાલ(૪)ની માતા. તેણે ચંપા નગરમાં તિત્શયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી અને તે મોક્ષ પામી હતી.૨
૧. નિર.૨.૨.
૨. અન્ન,૧૮.
સુકિટ્ટી (સુદૃષ્ટિ) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલ સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ચાર સાગરોપમ વર્ષનું છે.
૧. સમ.૪.
૧. સુકુમાલિયા (સુકુમાલિકા અથવા સુકુમારિકા) ચંપા નગરના શેઠ સાગરદત્ત(૨)ની પુત્રી. તે તેના પૂર્વભવમાં ણાગસિરી(૨) હતી. તે દોવઈ તરીકે જન્મી.૧ સુકુમાલિયા ગોવાલિયાની શિષ્યા હતી. શ્રમણી તરીકે તેણે નિદાન બાંધ્યું અર્થાત્ સંકલ્પ કર્યો કે પોતાની સેવામાં પાંચ પુરુષો તેને મળે અને તેથી તે દોવઈ તરીકે પાંચ ભાઈઓને પરણી.૩
૩
૧. જ્ઞાતા.૧૦૯, ભગ.પૃ.૫૧.
૨. જ્ઞાતા.૧૧૩,૧૧૫. ૩. શાતા.૧૦૯,૧૨૦.
૨. સુકુમાલિયા રાજા જિયસત્તુ(૧૭)ની પુત્રી અને રાજા જકુમારની પૌત્રી. સસ(૨) અને ભસઅ તેના ભાઈઓ હતા. તેણે પોતાના ભાઈઓ સાથે શ્રામણ્ય સ્વીકાર્યું હતું. સુકુમાલિયા અત્યંત રૂપવતી અને સુકુમાર હોવાથી તેના ભાઈઓ તેનું રક્ષણ કરતા હતા.
૧. નિશીચૂ.૨.પૃ. ૪૧૭-૧૮, નિશીભા.૨૯૫૧, બૃભા.૫૨૫૪-૫૯, ગચ્છાવા.પૃ.૨૬. ૩. સુકુમાલિયા વસંતપુર(૩)ના રાજા જિયસત્તુ(૪૦)ની પત્ની. તેણે પોતાના પતિને દગો દીધો હતો.૧
૧. ભક્ત.૧૪૬, આવચૂ.૧.પૃ.૫૩૪, આવહ.પૃ.૪૦૨-૦૩, આચાશી.પૃ.૧૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org