________________
૪૨૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ સિંઘાલય (શુબાટક) રાહુ(૧)નાં નવ નામોમાંનું એક.૧ - ૧. સૂર્ય. ૧૦૫, ભગ.૪૫૩. ૧. સિંધુ (સિન્ધ) ભરત(૨) ક્ષેત્રમાં વહેતી નદી. ચુલ્લહિમવંત પર્વત ઉપર આવેલા પઉમદૂહ સરોવરમાંથી તે નીકળે છે. તે પશ્ચિમ તરફ વહે છે, સિંધુઆવત્તણકૂડ આગળ વળાંક લઈને પછી દક્ષિણ તરફ વહે છે, સિંધુપ્પવાયકુંડમાં પડે છે અને તેમાંથી દક્ષિણ બાજુએથી પાછી બહાર નીકળે છે. પછી તે ભારતના ઉત્તરાર્ધમાં વહે છે અને તિમિસગુહા ગુફા આગળ વેઢ પર્વતને વીંધીને બહાર નીકળીને વળી પાછી પશ્ચિમ તરફ વહી પશ્ચિમ લવણ સમુદ્રને મળે છે. તેને મળનારી નદીઓ છે – સત૬, વિભાસા, વિત્થા, એરાવતી અને ચંદભાગા. તેની એકતા વર્તમાન સિંધુ નદી સાથે સ્થાપવામાં આવી છે. ૧. જખૂ. ૧૦-૧૧,
૩૬,૫૦, ૫૨,૬૨,આવમ.પૃ. ૧૫૩, ૨.જબૂ.૭૪,સ્થા. ૧૯૭,૫૨૨,સમ. ૨૩૦, પ્રજ્ઞામ.પૃ.૭૫,જીવામ.પૃ.૨૪૪, ૧૪, ૨૪-૨૫, વિશેષા.૧૫૬૪, . સમઅ.પૃ.૧૩૩, આવહ.પૃ.૧૫૦. આવયૂ. ૧.પૃ. ૧૮૯, ૧૯૪,વૃક્ષે. | ૩. સ્થા.૪૭૦.
૯૫૭,નિશીયૂ.૪,પૃ.૩૮,જબૂ. |૪. જિઓડિ.પૃ.૧૧૬. ૨. સિંધુ સીયા નદીને મળતી નદી. તે મહાવિદેહના કચ્છ પ્રદેશમાં વહે છે. તે સિંધુકુંડની દક્ષિણ બાજુમાંથી નીકળે છે, પહેલાં કચ્છના ઉત્તરાર્ધમાં વહે છે, પછી દક્ષિણાર્ધમાં વહે છે અને છેવટે સીયા નદીને મળીને તેમાં ભળી જાય છે.'
૧. જબૂ.૯૩-૯૪. ૩. સિંધુ આ અને સિંધુસોવર એક છે. તેનો ઉલ્લેખ પૂરના કારણે “હમેશ પાણીવાળો રહેતો પ્રદેશ” એ પ્રમાણે કરવામાં આવ્યો છે. તેના લોકો પૂરી લંબાઈવાળો પોષાક પહેરતા. અગ્નિને અહીં લોકો મંગલ કહેતા. દુકાળ વખતે અહીં લોકો માંસ ખાતા. અહીં શ્રમણોને ધોબીઓના ઘરોમાંથી ભિક્ષા સ્વીકારવાની છૂટ હતી. ખેતી અહીં નદીમાંથી મળતા પાણી ઉપર આધાર રાખતી. સિંધ પ્રદેશ તેના ઝીણા મુલાયમ કાપડ માટે પ્રસિદ્ધ હતો. આ પ્રદેશના ઊંટનું ચામડું અને આ પ્રદેશની માછલી બન્ને ઊંચી જાતના અને કોમળ ગણાતાં. શ્રમણો વારંવાર આ પ્રદેશની મુલાકાત લેતા. સિંધુસોવીરની એકતા ઉત્તરના મુલતાનપ્રદેશ સહિતના સિંધુ નદીની નીચે તરફના પ્રદેશના પૂર્વ અને પશ્ચિમ ભાગ સાથે સ્થાપવામાં આવી છે. ૧. બૃ.૧૪૪૨, નિશીયૂ.૨.પૃ. | વિશેષાકો પૃ.૧૮. ૧૫૦.
૪. બૂલે પૃ.૩૮૪,નિશીયૂ.૩.પૃ. ૨૪૩. ૨. બૂલે. ૧૦૭૩-૧૦૭૪.
૫. બૃ.૩૮૩. ૩. આવહ.પૃ.૪, આવમ.પૃ.૬ , ' ! ૬. જખૂશા.પૃ.૧૦૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org