________________
૪૧૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આવ્યા હતા અને તેમણે કાલી(૩), પર્લમા(૫), સિવા(૪), વસુગુત્તા(૧) વગેરે જેવી ઘણી સ્ત્રીઓને દીક્ષા આપી હતી.૧૫ અંગતિ આ નગરના હતા.૧૯ તિત્શયર મહાવીરે તેમનું દસમું ચોમાસું આ નગ૨માં કર્યું હતું.૧૭ તેઓ આ નગરમાં કેટલીય વાર આવ્યા હતા અને સુમણભદ્દ(૨), સુપઇટ્ટ(૨)ને દીક્ષા આપી હતી તથા ખંદઅ(૨)ને ધર્મપરિવર્તન કરાવ્યું હતું.૧૯ ર્ણદિણિપિય અને સાલિહીપિય(૨)એ આ નગરમાં શ્રાવકનાં વ્રતો ગ્રહણ કર્યાં હતાં. આ નગરમાં સક્ક(૩) તિત્થય૨ મહાવીરને વંદન કરવા આવ્યા હતા.૨૧ આજીવિય સંપ્રદાયની અનુયાયી હાલાહલા કુંભારણ આ નગરની હતી. જ્યારે ગોસાલ તેના ઘરે રોકાયા હતા ત્યારે તિત્શયર મહાવીર આ નગરમાં આવ્યા હતા.૨૨ ગોસાલે આ નગરમાં તેજોલેશ્યા પ્રાપ્ત કરી હતી અને તેણે તિસ્થય૨ મહાવીર ઉપર તેજોલેશ્યા છોડી આક્રમણ કર્યું હતું.૨૩ ગોસાલે આ નગરમાં સિરિભદ્દા ગૃહિણી પાસેથી ભિક્ષામાં નરમાંસ સ્વીકાર્યું હતું.૨૪ ગોસાલે આ નગ૨માં તેનો સાતમો પઉટ્ટપરિહાર (મૃતપરશરીરપ્રવેશ) કર્યો હતો.૫ પ્રથમ ણિણ્ડવ જમાલિએ પોતાનો સિદ્ધાન્ત આ નગરમાં સ્થાપ્યો હતો. તિત્શયર પાસના અનુયાયી કેસિ(૧) અને તિત્થય૨ મહાવીરના અનુયાયી ઇંદભૂઇ ગોયમ(૧) વચ્ચે તેમના આચારોમાં જે દેખીતો ભેદ હતો તેના ઉપર મહત્ત્વની ચર્ચા આ નગરમાં થઈ હતી.૨૭ રાજકુમાર ભદ્દ(૬)એ આ નગરમાં સંસારનો ત્યાગ કરી શ્રામણ્ય સ્વીકાર્યું હતું. આચાર્ય અજિયસેણ(૧) અને શ્રમણી કિત્તિમઈ(૧) આ નગરમાં આવ્યા હતા અને તેમણે જસભદ્દાને દીક્ષા આપી હતી. પિંગલઅ(૧), સંખ(૯), પોતિિલ, ઢંક વગેરે આ નગરના હતા. બ્રાહ્મણ ગુરુ ઇંદદત્ત(૪) અને શ્રેષ્ઠીઓ સાલિભદ્દ(૨) અને ધણ(૬) પણ આ નગરના હતા. બ્રાહ્મણ કવિલ(૪) કોસંબીથી અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવ્યા હતા.૩૧ શ્રાવસ્તિની એકતા ઔધ(Oudh)માં ગોંડ (Gonda) જિલ્લામાં રાપ્તિ (Rapti)નદીના કાંઠા ઉપર આવેલ સહેત મહેતુ (Sahet Mahet) સાથે સ્થાપવામાં આવી છે.૩૨
૨૬
૨૮
૨૯
30
૧. પ્રજ્ઞા.૩૭,સૂત્રશી.પૃ.૧૨૩,૨ાજ. ૧૪૬, નિશીયૂ.૨.પૃ.૪૬૬,જ્ઞાતા.
૭૧. ૨.ભગ.૯૦.
૩. રાજ.૧૪૬,નિર.૩.૧,ઉપા.૫૫, જ્ઞાતા.૧૫૦, ભગ.૫૩૯. ૪. આવચૂ.૧.પૃ.૪૧૬,નિશીભા. ૫૫૯૭,ઉત્તરા. ૨૩.૪,૮. ૫. નિશીભા.૨૫૯૦,આનિ.૩૯૭.
Jain Education International
૬. જ્ઞાતા.૧૫૦, ઉપા.૫૫, રાજ.૧૪૬, મર. ૪૯૯, ઉત્તરાચૂ.પૃ.૭૩, ઉત્તરાનિ.પૃ.૧૧૪. ૭. ઉત્તરાચૂ.પૃ.૧૬૯.
૮. શાતા.૭૧, સ્થાઅ.પૃ.૪૦૧. ૯. ઉત્તરાન.અને ઉત્તરાશા.પૃ.૩૮૦. ૧૦. સમ.૧૫૮, તીર્થો.૬૦૮. ૧૧. આનિ.૩૨૩,આવમ પૃ.૨૨૭, તીર્થો.૪૯૧. ૧૨. આનિ.૩૨૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org