________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૪૦૯
૨. સાગર ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. તે આભીર(૧) દેશનો રાજા થયો હતો.૧
૧. કલ્પધ.પૃ.૧૫૧-૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬.
૩. સાગર આ અને આસાગર એક છે.
*
૧. તીર્થો.૬૦૫.
૪. સાગર ચંપા નગરના શેઠ જિણદત્ત(૨)નો પુત્ર. તે સમાલિયા(૧)ને પરણ્યો હતો અને પછી તેના પિતા સાગરદત્ત(૨)ની સાથે રહેતો હતો.૧
૧. શાતા.૧૧૦.
૫. સાગર આચાર્ય કાલગ(૩)ના પ્રશિષ્ય. તે સુવર્ણભૂમિ ગયા હતા અને ત્યાં લાંબો સમય રહ્યા હતા. કાલગ પણ ત્યાં ગયા અને તેમણે તેમને સન્માર્ગે વાળ્યા કારણ કે તેમને જ્ઞાનનું અત્યંત અભિમાન હતું.'જુઓ સમુદ્દ(૧).
૧. ઉત્તરાયૂ.પૃ.૮૩, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૧૨૭થી, બૃભા. ૨૩૯, બૂમ. પૃ. ૭૪,
મ૨.૫૦૧.
૬. સાગર જંબુદ્દીવમાં આવેલા માલવંત(૧) પર્વતનું શિખર. તે સુભોગા(૨) દેવીનું આશ્રયસ્થાન છે.૧
૧. જમ્મૂ.૯૧, સ્થા.૬૮૯.
૭. સાગર બારવઈના રાજા વર્ણો અને તેમની રાણી ધારિણી(પ)નો પુત્ર. તેણે સંસારનો ત્યાગ કરી તિત્શયર અરિટ્ટણેમિ પાસે દીક્ષા લીધી. તેણે સત્તુંજય પર્વત ઉ૫૨ મોક્ષ પ્રાપ્ત કર્યો.૧
૧. અન્ન.૨.
૮. સાગર સાગર(૭) સમાન.૧
૧. અન્ત.૩.
૯. સાગર અંતગડદસાના પ્રથમ વર્ગનું ત્રીજું અધ્યયન.
૧. અન્ત.૧.
૧૦. સાગર અંતગડદસાના બીજા વર્ગનું બીજું અધ્યયન.
૧. અન્ત.૩.
૧૧. સાગર સોહમ્મ(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જયાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરોપમ વર્ષનું છે.
૧. સમ.૧.
સાગરકંત (સાગરકાન્ત) સાગર(૧૧) જેવું જ સ્વર્ગીય વાસસ્થાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org