________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ.૧૬૮.
-
વેસમણપભ (વૈશ્રમણપ્રભ) કુંડલ દ્વીપમાં આવેલા બે પર્વતો – એક ઉત્તરમાં આવેલો છે અને બીજો દક્ષિણમાં આવેલો છે. અયલભદ્દા, સમક્કસા, કુબેરા અને ધણપ્પભા લોગપાલ વેસમણ(૯)ની આ ચાર રાજધાનીઓ આ પર્વતોની ચારે દિશાઓમાં આવેલી છે.૧
૧. ભગઅ.પૃ.૨૦૩-૨૦૪.
વેસમણભદ્દ (વૈશ્રમણભદ્ર) કોસંબી નગ૨મા આવનારો એક શ્રમણ, તેને ધણપાલ(૨)એ ભિક્ષા આપી હતી.૧
૧. વિપા.૩૪.
૩૬૩
૧
૧. વેસમણોવવાય (વૈશ્રમણોપપાત) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ. જે શ્રમણે શ્રામણ્યપાલનના બાર વર્ષ પૂરા કર્યાં હોય તેને આ ગ્રન્થ ભણાવી શકાય. આ ગ્રન્થ વર્તમાનમાં અસ્તિત્વમાં નથી.
૨
૧. ન.િ૪૪, પાક્ષિ.પૃ.૪૫.
૨. વ્યવ.૧૦.૨૬.
૨. વેસમણોવવાય સંખેવિતદસાનું અધ્યયન. આ અને વેસમણોવવાય(૧) એક
૧
જણાય છે.
૧. સ્થા. ૭૫૫.
વેસવાડિયગણ (શવાતિકગણ) એક શ્રમણગણ જે આચાર્ય કામિઢિથી અસ્તિત્વમાં · આવ્યો. તેની ચાર શાખાઓ હતી અને તેના ચાર કુળો હતા. આ ચાર શાખાઓ આ હતી- સાવસ્થિયા, રજ્જપાલિયા, અંતરિજ્જિયા, ખેમલિજ્જિયા. અને ચાર કુળો આ પ્રમાણે હતા – ગણિય, મેહિય, કામિઢિય અને ઇંદપુરગ.
૧. કલ્પ. અને કલ્પવિ.પૃ.૨૬૦.
વેસાણિય (વૈષાણિક) એક અંતરદીવ અને તેના લોકો.૧
૧. સ્થા.૩૦૪, પ્રજ્ઞા.૩૬, નન્દિમ.પૃ.૧૦૩.
વેસાલિઅ (વૈશાલિક) મહાવીરનું બીજું નામ.
૧. ઉત્તરા. અધ્યયન ૬ની છેલ્લી પંકિત, ઉત્તરાશા.પૃ.૨૭૦, ઉત્તરાચૂ.પૃ.૧૫૬-૧૫૭, આવચૂ. ૧.પૃ.૨૫૯, સૂત્રચૂ.પૃ.૯૮.
વેસાલી (વૈશાલી) જ્યાં ચેડગ રાજ કરતા હતા તે નગર.૧ હલ્લ(૩) અને વિહલ્લ(૧) બન્ને ભાઈઓએ ચંપા નગર છોડી પોતાના માતામહ ચેડગનો આશ્રય લીધો હતો. આ નગરમાં મહાવીરના અનુયાયીઓની સંખ્યા સારી હતી. તિત્શયર મહાવીર પોતે વેસાલિઅ કહેવાતા.૪ તેમણે બાર ચોમાસાં વેસાલી અને વાણિજ્જગામમાં કર્યાં હતાં.પ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org