SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ उ४८ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ તેમને પછાડ્યા હતા. આ કારણે ક્રોધિત થઈને તેમણે શિંગડાં પકડીને ગાયને નીચે પાડી દીધી હતી. ભાવી જન્મમાં પોતાના પિતરાઈ ભાઈ વિસાહણંદીને હણવાનો સંકલ્પ (નિદાન) તેમણે કર્યો હતો.' ૧. આવચૂ. ૧.પૃ.૨૩૦-૩૩, આવનિ.૪૪૫-૪૭, વિશેષા. ૧૮૧૧-૧૨, આવમ. પૃ. ૨૪૮-પ૧, સમ. ૧૫૮, તીર્થો . ૬૦૫, ૬૦૭, ૬૦૯, ભક્ત. ૧ ૩૭, કલ્પધ.પૃ.૩૮, સમઅ.પૂ.૧૫૮. વિસ્સવાઈયગણ (વિશ્વવાદિકગણ) તિર્થીયર મહાવીરની આજ્ઞામાં રહેલા નવ શ્રમણગણોમાંનો એક.૧ ૧. સ્થા. ૬૮૦. ૧. વિસ્મણ (વિશ્વસેન) તિર્થીયર સંતિના પિતા. તે ગયપુરના રાજા હતા અને અઇરાના પતિ હતા.' ૧. સમ.૧૫૭-૫૮, તીર્થો.૪૭૯, આવનિ.૩૮૩, ૩૮૬, ઉત્તરાક પૃ.૩૩૧ ૨. વિસ્મણ ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧ ૧. કલ્પ.પૃ.૧૫૨, કલ્પવિ.પૃ.૨૩૬. ૩. વિસ્સલેણ મિહિલા(૧)નો વતની, તિર્થંકર મલ્લિ(૧)ને ભિક્ષા આપનાર તે સૌપ્રથમ હતા.' ૧. સ.૧૫૭, આવનિ.૩૨૯, આવમ.પૃ.૨૨૭. ૪. વિલેણ દિવસ રાતના ત્રીસ મુહુરમાંનું એક. ૧. જબૂ.૧૫ર, સૂર્ય.૪૭, સમ.૩૦ વિહફઈ (બૃહસ્પતિ) એક ગ્રહ.' ૧. જખૂ.૧૫૧. ૧. વિહલ્લ રાયગિહના રાજા સેણિય(૧) અને તેમની રાણી ચેલણાનો પુત્ર અને કૂણિઅનો નાનો ભાઈ.' રાજા સેણિયે તેને શ્રેષ્ઠ કંઠહાર આપ્યો. કૂણિએ વિહલ્લ પાસે હારની માગણી કરી. વિહલ્લે હાર આપવા ઈન્કાર કર્યો. વિહલ્લે, પોતાના નાના ભાઈ હલ(૩) સાથે, પોતાના નાના (માતા ચેલ્લણાના પિતા) રાજા ચેડગનું શરણ લીધું. આના કારણે ચેડગ અને કુણિએ વચ્ચે યુદ્ધ થયું. વિહલે તિત્થર મહાવીર પાસે દીક્ષા લીધી, બાર વર્ષ શ્રમણ્યનું પાલન કર્યું અને મૃત્યુ પછી જયંત સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમા) જન્મ લીધો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં એક જન્મ વધુ લઈ ત્યાં જ મોક્ષે જશે. ૧. નિર.૧.૧., અનુત્ત.૧. ભગઅ.પૂ.૩૧૬. ૨. આવયૂ. ૨.પૃ. ૧૭૧. ૪. અનુત્ત.૧, આવ.પૃ. ૨૭. ૩. નિર.૧.૧., આવહ પૃ.૬૭૯થી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy