________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૨૩
૧. આવભા.૧૪૨, આવચૂ.૧.પૃ.૪૧૦, ઉત્તરાક.પૃ.૧૧૨, સ્થાઅ.પૃ.૪૧૩, આવહ. પૃ. ૩૦૮, ૩૧૧, ૩૨૧, ૩૨૨, સૂત્રચૂ પૃ.૫.
વિંઝગિરિ (વિન્ધ્યગિરિ) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલો પર્વત. તેની એકતા વર્તમાન વિન્ધ્ય પર્વતમાળા સાથે સ્થાપવામાં આવી છે.
૧. ભગ.૧૧૪, ૫૨૮, ૫૫૯-૬૦, નિ૨.૩.૪.
૨. જિઓડિ.પૃ.૩૭.
વિઝાડવી (વિન્ધ્યાટવી) જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રમાં આવેલું જંગલ. તે જંગલી પ્રાણીઓથી ભરપૂર હતું. શ્રમણ મુણિચંદ(૨) આ જંગલમાં ભૂલા પડ્યા હતા. તેની એકતા નાસિક સહિતની વિન્ધ્ય પર્વતમાળાના પશ્ચિમ છેડાના દક્ષિણ ભાગમાં આવેલા ખાનદેશ અને ઔરંગાબાદના પ્રદેશ સાથે સ્થાપવામાં આવી છે.
૧. ઉત્તરાચૂ.પૃ.૨૧૩, ઉત્તરાશા.પૃ.૩૭૫. ૨. જિઓડિ.પૃ.૩૮.
વિશ્ચંત (વિક્રાન્ત) ઉસભ(૧)ના એક સો પુત્રોમાંનો એક. ૧. કલ્પધ.પૃ.૧૫૧, કલ્પવિ.પૃ.૨૩૬.
વિગતસોગ (વિગતશોક) જુઓ વીતસોગ(૨).૧
૧. સ્થા.૯૦.
વિગયભયા (વિગતભયા) વિણયવઈના શ્રમણી ગુરુ.
૧. આવિન.૧૨૮૧, આવહ.પૃ.૬૯૯.
વિચિત્ત (વિચિત્ર) સુવણકુમાર દેવોના બે ઇન્દ્રો વેણુદેવ અને વેણુદાલિમાંથી દરેકના લોગપાલનું નામ.
૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬.
વિચિત્તકૂડ દેવકુરુમાં આવેલો પર્વત, તેની એક બાજુ સીઓઆ નદી છે અને બીજી બાજુ ચિત્તકૂડ છે. તેની ઊંચાઈ એક હજાર યોજન છે.તેના ઉપર જંભગ દેવોનો વાસ છે.ર
૨. ભગ, ૫૩૩.
૧. સમ.૧૧૩, સમઅ.પૃ.૧૦૫, ભગઅ.પૃ.૬૫૪. વિચિત્તપક્ષ (વિચિત્રપક્ષ) વેણુદાલિ અને વેણુદેવ એ બે ઇન્દ્રોમાંથી દરેકના લોગપાલનું નામ.૧
૧. સ્થા.૨૫૬, ભગ.૧૬૯.
વિચિત્તપન્વય (વિચિત્રપર્વત) આ અને વિચિત્તકૂડ એક છે.
૧. ભગ.૫૩૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org