________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૧૧ ૧. સમ.૫. વાઉભખિ (વાયુભક્લિન્) આ અને વાયભખિ એક છે.'
૧. ઔપ.૩૮. વાઉભૂઈ (વાયુભૂતિ) તિત્થર મહાવીરના ત્રીજા ગણધર.' તે વસુભૂઇ(૧)ના પુત્ર અને ઇંદભૂઈ તેમજ અગિભૂઇ(૧)ના ભાઈ હતા. તે આત્મા અને શરીરનો આત્મત્તિક અભેદ માનતા હતા. મહાવીરે તેમની ખોટી માન્યતા દૂર કરી. વાઉભૂઈ પોતાના પાંચ સો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. સિત્તેર વર્ષનું આયુષ્ય ભોગવી તે મહાવીરની ઉપસ્થિતિમાં મોક્ષ પામ્યા.' ૧. વિશેષા. ૨૦૧૨, ૨૪૩૫, નન્દિ. ૪. કલ્પવિ.પૃ. ૧૮૪, વિશેષાકો.પૃ.૫૧૪-૫,
ગાથા.૨૦, ભગ. ૧૨૮, ૧૩૨. | કલ્પ (થરાવલી) ૩. ૨. આવનિ.૬૪૪-૬૫૯.
૫. આવનિ.૬૫૬. ૩. કલ્પવિ.પૃ. ૧૭૯, કલ્પ.પૃ.૧૧૫. વાઉવાસિ (વાયુવાસિનું) જ્યાં વાયુ મુક્તપણે વાતો હોય તેવા સ્થાનોમાં (અર્થાત્ મકાનોમાં નહિ) રહેતા વાનપ્રસ્થ તાપસ પરિવ્રાજકોનો વર્ગ. આ નામ ણિરયાવલિયામાં જોવા મળતું નથી. ટીકાકાર અભયદેવ પણ તેનો ઉલ્લેખ કરતા નથી.
૧. ભગ. ૪૧૭. ૨. નિર..૩.૩. ૩. ભગઅ.પૃ.૫૧૯-૨૦. વાકવાસિ સંભવતઃ આ અને વાઉવાસિ એક છે.'
૧. ઔપ.૩૮. વાગલચીરિ (વલ્કલચીરિન) જુઓ વક્કલચીરિ.'
૧. ઋષિ.૬. વાચાલ અથવા વાચાલી આ એક જ નામ ધરાવતા બે સંનિવેશો હતા – દખિણવાચાલ અને ઉત્તરવાચાલ. રુપકૂલા(૩) અને સુવર્ણકૂલા(૨) આ બે નદીઓ આ બે વાચાલને અલગ કરે છે. મહાવીર આ બન્ને વાચાલમાં આવ્યા હતા.'
૧. આવયૂ.૧.પૃ.૨૭૭, આવમ.પૃ. ૨૭૨, કલ્પવિ.પૃ.૧૫૮, ૧૬૩. વાણમંતર (વાનવ્યન્તર) દેવોના ચાર પ્રકારોમાંનો એક પ્રકારનું આ પ્રકારના દેવો વેસમણ(૯)ના આધિપત્ય નીચે છે. રાયણપ્પભા(૨) નરકભૂમિના એક હજાર યોજનના વિસ્તારવાળા રયણ(૪) કાર્ડના સૌથી ઉપરના અને સૌથી નીચેના એક એક સો યોજન છોડી બાકીના આઠ સો યોજનના ક્ષેત્રમાં આ દેવો વસે છે. આ દેવોનો વાસ મનુષ્યક્ષેત્રમાં પર્વતગુફાઓમાં, જંગલોમાં, વૃક્ષોમાં, વસવાટ વિનાના ઉજ્જડ મકાનોમાં વગેરે સ્થાનોમાં પણ હોય છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક પલ્યોપમ વર્ષનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org