________________
૩૦૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઇક ઓછું છે. તેની આજ્ઞામાં રહેલા દેવોના પ્રકારો યા વર્ગો નીચે પ્રમાણે છે - વરુણકાઇય, વરુણદેવકાઇય, ણાગકુમાર, ઉદહિકુમાર, થણિયકુમાર, કક્કોડય, કદ્દમઅ, અંજણ, સંખવાલઅ, પુંડ, પલાસ(૧), મોઅ, જય(૫), દહિમુહ, અયંપુલ(૧), કરિય, વગેરે. વરુણ પશ્ચિમ દિશાનો રક્ષક દેવ છે. જુઓ સોમ(૧).
૩
૧. સ્થા.૨૫૬, જમ્મૂ.૧૨, ભગ.૧૬૫.
૩. ભગ.૪૧૭-૧૮, ભગઅ.પૃ.૫૨.
૨
૨. વરુણ ઈસાણિંદનો લોગપાલ. તેના વિમાનનું નામ સુવર્ગી(૧) છે. જુઓ સોમ(૨).
૧. સ્થા.૨૫૬.
૨. ભગ.૧૭૨.
૩. વરુણ ચમર(૧)નો લોગપાલ તેમજ બલિ(૪)નો લોગપાલ. ચમરના લોગપાલની પત્નીઓ આ છે – કણગા(૧), કણગલયા, ચિત્તગુત્તા(૨), અને વસુંધરા(૩), બલિના લોગપાલની પત્નીઓ આ છે – મિણગા, સુભદ્દા(૧૫), વિજયા(૧૦) અને અસણી. જુઓ સોમ(૩) અને સોમ(૪).
૨
૧. સ્થા.૨૫૬, ભગ.૨૬૯.
૨. ભગ.૪૦૬.
૪. વરુણ લોગંતિય દેવોનો એક પ્રકા૨.૧
૧. આનિ.૨૧૪, સ્થા.૬૮૪, આવચૂ.૧.પૃ.૨૫૧.
૫. વરુણ સભિસયા ગ્રહનો અધિષ્ઠાતા દેવ.૧
૧. જમ્મૂ.૧૫૭, ૧૭૧.
૨. ભગ ૧૬૭.
૬. વરુણ વરુણવર દ્વીપના બે અધિષ્ઠાતા દેવોમાંનો એક.૧
૧. જીવા.૧૮૦.
૭. વરુણ પશ્ચિમ દિશાનો દેવ.૧
૧. ભગ.૪૧૭.
Jain Education International
૮. વરુણ વેસાલી નગરનો શ્રમણોપાસક. તેણે પોતાના ઉપર હુમલો ન કરનારને ન હણવાનું વ્રત લીધું હતું. રહમુસલ યુદ્ધમાં પણ તેણે આ વ્રતનું ચુસ્તપણે પાલન કર્યું હતું. તે મૃત્યુ પછી સોહમ્મ(૧) દેવલોકમાં દેવ થયા હતા. આના કારણે લોકોમાં ખોટી માન્યતા ઊભી થઈ કે યુદ્ધમાં મરવાથી સ્વર્ગ મળે છે. તેને વરુણ ણાગણત્તુઅ નામે પણ ઓળખવામાં આવે છે.૧
૧. ભગ.૩૦૩-૩૦૪, આવચૂ.૨.પૃ.૨૭૭. ૯. વરુણ દિનરાતના ત્રીસ મુહુત્તમાંનું એક.
૧
૧
For Private & Personal Use Only
www.jainelibrary.org