________________
૨૯૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. વહિ (વૃષ્ણિ) બારવઈનો યાદવ રાજા. સંભવતઃ તે અંધ હતો, અને તેથી તે અંધગવહિ કહેવાતો. તેની પત્ની ધારિણી (૫) હતી. તેને દસ પુત્રો હતા – સમુદ(૩), સાગર(૭), ગંભીર(૨), થિમિય(૨), અયલ(૪), કંપિલ્લ(૨), અખોભ(૨), પસણાં(૨), વિહુ(૪) અને ગોયમ(૪). અન્ય સ્થાને તેને આઠ પુત્રો હોવાનો ઉલ્લેખ છે. તે આઠ પુત્રો આ હતા – અફભોખ, સાગર, સમુદ્ર, અયલ, હિમવંત(૪), ધરણ(૪), પુરણ(૩) અને અભિચંદ(૩). બલદેવ(૨) રામ(૧) અને વાસુદેવ(૧) કહ(૧)ના પિતા વસુદેવને પણ તેમના પુત્ર ગણવામાં આવ્યા છે. ૫ ૧. અન્તઅ.પૃ. ૨.
૨. અત્ત. ૧.
૩. અત્ત.૨. ૪. અત્ત.૩.
૫. કલ્પસ.પૃ. ૧૭૧. ૨. વહિ હરિવંશમાંથી ઉતરી આવેલું કુળ તે યાદવ કુળ છે. અંધગવહિ તેનું બીજું નામ છે. ૪ ૧. બૃ.૧૩૯૮.
૧૧૨, નન્ટિહ પૃ.૭૩. ૨. ઉત્તરા.૨૨.૧૩,૪૩,દશ. ૨.૮, | ૩. બૂલે. ૧૩૯૮.
ઉત્તરાશા.પૃ.૪૯૫, આચાચૂ.પૃ. | ૪. દશ. ૨.૮, ઉત્તરા.૨૨.૪૩. ૩. વણિહ લોગંતિય દેવોના નવ ભેદોમાંનો એક ભેદ ૧
૧. આવનિ. ૨૧૪, સ્થા.૬૨૩, ૬૮૪. વહિઆ (વહ્નિકા) એક અંગબાહિર કાલિય આગમગ્રન્થ.૧
૧. પાક્ષિપૃ.૪૪-૪૫. વહિદસા (વૃષ્ણિદશા) એક અંગબાહિર કાલિએ આગમગ્રન્થ જે અંધગવહિદાસા નામે પણ જાણીતો છે. તે વહિ કુળના બાર રાજકુમારોનું જીવનવૃત્તાન્ત વર્ણવે છે. તેથી તેમાં બાર અધ્યયનો છે. તે બાર રાજકુમારો બલદેવ(૧)ના પુત્રો હતા. અને આ બલદેવ વણિહ(૧)નો પૌત્ર અને વસુદેવનો પુત્ર હતો. આ ગ્રન્થ પાંચમા ઉવંગ તરીકે જાણીતો છે. કેટલાક તેની ગણતરી બારમા ઉપાંગ તરીકે કરે છે. તેમાં નીચે જણાવેલાં અધ્યયનો છે – શિસઢ(૭), અણિય(૧), વહ(૨), વેહલ(૧), પગતિ(૨), જુત્તિ, દસરહ(૪), દઢરહ(૬), મહાપણુ, સત્તધણ(૧), દસધણુ(૩) અને સયધણ(૩). ૧. ન૮િ.૪૪,નદિચૂ.પૃ. ૬૦,નન્દિમ., ૩. નિર.૧.૧, ૫.૧.
પૃ. ૨૦૮,પાક્ષિ.પૃ.૪૫, પાક્ષિય. | ૪. ખૂશા.પૃ.૧-૨. પૃ. ૬૯, નિર.૫.૧,
૫. નિર. ૫.૧. ૨.જુઓ બલદેવ(૧) અને વસુદેવ. વલ્થકા (વત્સકા) જુઓ વચ્છેગા.૧
૧. આવયૂ.૨ પૃ ૧૯૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org