________________
૧
૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ પઓગ (પ્રયોગ) પણ વણાનું સોળમું પદ (પ્રકરણ).૧
- ૧. પ્રજ્ઞા.ગાથા ૫. પઓસ (પ્રદોષ) એક અણારિય (અનાર્યો દેશ.' આ દેશમાંથી કન્યાઓ લાવીને અન્તઃપુરમાં દાસી તરીકે નીમવામાં આવતી. ૧. પ્રજ્ઞા.૩૭.
૨. ભગઅ.પૃ.૪૬૦. પંકણ્વભા (પડકપ્રભા) ચોથી નરકભૂમિ તે દેખાવમાં કાદવ જેવી છે. તેની અંદર દસ લાખ વાસસ્થાનો છે અને ત્યાં વસતા નારકીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય દસ સાગરોપમ વર્ષનું છે. તેનું બીજું નામ અંજણા(૩) છે. તેમાં ભયંકર વિકરાળ છ વાસસ્થાનો અર્થાત મહાણિરય છે, તેમનાં નામ આ પ્રમાણે છે – આર, વાર, માર, રોર, રોરુઅ અને ખાડખડ.
૧. સૂત્ર.પ.૧, નિર.૧.૧. ૨. અનુહ.પૃ.૮૯, અનુસૂ.પૃ.૩૫. ૩. સ્થા. ૭૫૭.
૪. એજન.૫૪૬.
૫. એજન.પ૧૫. પંકબહુલ (પકબહુલ) રણપ્રભા નામની પ્રથમ નરકભૂમિના જે ત્રણ કાંડ છે તેમાંનો બીજો કાંડ. ટોચથી તળિયા સુધીનો તેનો વિસ્તાર ચોરાસી હજાર યોજન છે. ૧ ૧. સમ.૮૪. અહીં ચોરાશી હજાર યોજનના બદલે ચોરાશી લાખ યોજન એવો ખોટો પાઠ છે.
જુઓ સમઅં.પૃ.૯૦ અને જીવા.૭૯. પંકવઈ (પકવતી) જુઓ પંકાવઈ.૧
૧. સ્થા. ૧૯૭, ૫૨૨. ૧. પંકાવઈ (પકવતી) મહાવિદેહમાં આવેલો કુંડ. તે પુખલાવર પ્રદેશની પશ્ચિમે અને મંગલાવત્ત પ્રદેશની પૂર્વે આવેલો છે. તે ખીલવંત(૧)ની દક્ષિણ ધાર ઉપર આવેલ છે. તેનું માપ ગાહાવરકુંડ જેટલું છે.'
૧. જખૂ.૯૫. ૨. પંકાવઈ પંકાવઈ(૧) કુંડમાંથી નીકળતી અને પોતાના પ્રવાહથી મહાવિદેહના મંગલાવત્ત અને પુખલાવત્ત પ્રદેશોને અલગ કરતી નદી. તે મંદર(૩) પર્વતની ઉત્તરપૂર્વમાં વહે છે.
૧. ખૂ.૯૫, સ્થા.૧૯૭, પ૨૨. પંચકપ્પ (પગ્રકલ્પ) શ્રમણાચારના પાંચ ભેદોનું નિરૂપણ કરતો આગમગ્રન્થ. કદાચ તે કમ્પ્રભાસના એક ભાગરૂપ છે.
૧. ઍમ.પૃ.૮૩, આવચૂ.૧,પૃ.૪૧૫, વ્યવમ.૪.૩૦૬, ઉત્તરાશા.પૃ.૧૭૮. પંચજણ અથવા પંચયણ (પાગ્યજન્ય) વાસુદેવ(૨) કહ(૧)નો શંખ.
૧. જ્ઞાતા.૧૨૪, તીર્થો. પ૭૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org