SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨૭૫ ૧. સૂત્રશી.પૃ. ૧૨૩, પ્રજ્ઞા.૩૭, પ્રશ્ન.૪. લહુપરક્કમ (લઘુપરાક્રમ) ઈસાણ આદિના પાયદળનો સેનાપતિ." ૧. જખૂ.૧૧૮, સ્થા.૪૦૪. લાટ આ અને લાઢ એક છે.' ૧. પ્રજ્ઞા.૩૭, કલ્પધ.પૃ.૧૦૬. લાડ (લાટ) એક દેશનું નામ. આ દેશની સ્ત્રીઓને રૂપાળી ગણવામાં આવી છે.' મામાની દીકરી સાથે લગ્ન કરવાની આ દેશમાં છૂટ હતી. લાડ લોકો સ્વભાવમાં કપટી, ધૂર્ત અને લુચ્ચા હોવાની પ્રસિદ્ધિ હતી. આ દેશમાં પાક વરસાદથી થતો હતો. આ દેશમાં ખારા પાણીના કૂવા હતા.સરખેસરખા એકબીજાને “હલિ” કહી બોલાવતા.૬ લાડ વિશેની સાંસ્કૃતિક સામગ્રી આગમિક સાહિત્યમાંથી ભેગી કરી શકાય. લાડની એક્તા કોંકણ અને દક્ષિણ ગુજરાત સાથે સ્થાપવામાં આવી છે. ૧. પ્રશ્નઅ.પૃ.૧૩૯,સ્થાઅ.પૃ. ૨૧૦, નિશીયૂ.૧પૃ.૫૨,૩.પૃ.પ૬૯, આવહ. ૪૪૫. પૃ.૪,૪૧, આવમ.પૃ. ૬,૬૮,૧૧૩, ૨. આવયૂ.૨..૮૧, નિશીયૂ.૧.પૂ. ભગઅ.પૃ. ૧૮૭,૫૪૭, પ્રજ્ઞામ.પૃ. ૫૧. ૨૯, ૫૪૨, જીવામ.પૃ. ૨૫, ૨૮૧, ૩. વ્યવભા.૩૪૫. રાજમ.૨૨,નમિ .પૃ.૮૮,વિશેષાકો. ૪. બૂલે. ૩૮૨. પૃ. ૧૮, પ૨૩,૯૨૨, બૂલે. ૩૮૩, ૫.પ્રજ્ઞામ.પૃ.૨૯. ૮૦૭, ઉત્તરાશા પૃ.૪૨૪, ઓઘનિદ્રો.પૃ. ૬. દશચૂ.પૃ.૨૫૦. ૭૫, કલ્પસં. પૃ.૯૬, સૂત્રચૂ.પૃ.૧૪૬, ૭. દશચૂપૃ. ૧૭, ૨૩૬, ૨૫૦,આવયૂ. | અનુયૂ.પૃ.૫૩. ૧. પૃ.૨૭,૨ પૃ. ૨૨૧,પૃ.૧૦૬૮,૫૮. જિઓડિ.પૃ.૧૧૪. લાઢ (રાઢ) મહાવીર જે અણારિય(અનાર્ય) દેશમાં ગયા હતા તે દેશ. તે દેશના લોકોએ તેમને ત્રાસ આપવાથી તેમણે અનેક ઉપસર્ગો સહન કર્યા હતા. તે દેશ વજ્જભૂમિ અને સુન્મભૂમિનો બનેલો હતો. જર્મન પ્રાધ્યાપક હ. યાકોબી લાઢની એકતા પશ્ચિમ બંગાળ સાથે સ્થાપે છે. ડૉ. જગદીશચંદ્ર જૈનના મતે વજ્જભૂમિ અને સુન્મભૂમિ અનુક્રમે વર્તમાન બીરભૂમ (Birbhum) અને સીંઘભૂમ (singhbhum) જ છે. ડૉ. બી.સી. લૉ લાઢની એકતા વર્તમાન મિદનાપોર (Midnapore) જિલ્લા સાથે સ્થાપે છે જયારે વજભૂમિ અને સુન્મભૂમિને તે તે જિલ્લાના અનુક્રમે ઉત્તર અને દક્ષિણ વિભાગો ગણે છે. વિયાહપણત્તિ લાઢ, વજ્જ(૨) અને સુભુત્તરનો ઉલ્લેખ ત્રણ અલગ દેશો તરીકે કરે છે. આ ત્રણ દેશોમાંથી વજ્જને વસ્તુઓનો દેશ ગણવામાં આવ્યો છે, તેને વશ્વભૂમિ ગણવામાં આવેલ નથી. આમ હોતાં લાઢ સુષ્મભૂમિ હોવો જોઈએ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.016056
Book TitleJain Agamo ma avta Prakrit Vishesh Namono Parichayatmak kosha Part 2
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
Publisher108 jain Tirth Darshan Trust
Publication Year2008
Total Pages556
LanguageGujarati
ClassificationDictionary, Dictionary, Agam, & Canon
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy