________________
૨ ૬૬
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૨. રોયણાગિરિ રોયણાગિરિ(૧)નો અધિષ્ઠાતા દેવ.
૧. જબૂ.૧૦૩. રોર (રૌ૨) ચોથી નરકભૂમિ પંકપ્પભામાં આવેલું અત્યન્ત ભયંકર મહાણિરય વાસસ્થાન.'
૧. સ્થા.૫૧૫. રોરુઅ અથવા રોરુય (રૌરુક) (અ) ચૌથી નરકભૂમિ પંકપ્પભામાં આવેલું અત્યન્ત ભયંકર મહાણિરય વાસસ્થાન. (આ) સાતમી નરકભૂમિ તમતમપ્પભામાં આવેલાં છેલ્લા પાંચ અત્યન્ત ભયંકર મહાણિરય વાસસ્થાનોમાંનું એક.૨ ૧. સ્થા.૫૧૫.
૨. સ્થા.૪૫૧, સ્થાઅ.પૃ.૩૪૧. ૧. રોહ મહાવીરના એક શિષ્ય.'
૧. ભગ.પ૩, ૪૦૪. ૨. રોહ ગોસાલનો ચોથો પટ્ટિપરિહાર (પરકાયપ્રવેશ)."
૧. ભગ.૫૫). રોહગ (રાહક) બજાણિયા ભરહ(૩)નો પુત્ર. તે અત્યન્ત બુદ્ધિશાળી હતો. રાજા તેની બુદ્ધિથી એટલા પ્રસન્ન થયા કે તેમણે તેને મુખ્ય મંત્રી બનાવ્યો.'
૧. આવચૂ. ૧,પૃ.૫૪૫, સ્થાઅ.પૃ.૨૮૩, નદિમ.પૃ.૧૪૫. ૧. રોહગુત્ત (રોહગુપ્ત) આચાર્ય સિરિગુપ્તનો શિષ્ય. તેને આચાર્ય મહાગિરિનો તેમજ આચાર્ય સુહસ્થિ(૧)નો શિષ્ય પણ ગણવામાં આવેલ છે. એવું લાગે છે કે સૌપ્રથમ તે મહાગિરિનો શિષ્ય હતો, પછી જયારે મહાગિરિએ જિનકલ્પનો સ્વીકાર કર્યો ત્યારે તે સુહત્યિનો શિષ્ય બન્યો, અને સુહસ્થિના મરણ બાદ તે સિરિગુપ્તનો શિષ્ય બન્યો. મહાવીરના નિર્વાણ પછી ૫૪૮ વર્ષે થયેલો તે છઠ્ઠો ણિહર મનાય છે. તે ઉલૂઆ ગોત્રનો હોવાથી અને તે છ મૂળભૂત પદાર્થોને માનતો હોવાથી અથવા તેણે છ સૂત્રો રચ્યાં હોવાથી તે છઉલુઅ (ષડુલૂક) તરીકે પણ જાણીતો હતો. તેણે જીવ, અજીવ અને નોજીવ એ ત્રણ તત્ત્વોનો સિદ્ધાન્ત પ્રતિપાદિત કર્યો. આ સિદ્ધાન્ત તેરાસિય(૧) તરીકે જાણીતો છે અને આ સિદ્ધાન્તની સ્થાપના પોટ્ટસાલ પરિવ્રાજક સાથેની ચર્ચા પછી અંતરંજિયાના રાજા બલસિરિ(ર)ની સભામાં કરવામાં આવી હતી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org