________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨૨૯
મેહિલ (મૈથિલ) તિત્શયર પાસ(૧)ની પરંપરાના એક આચાર્ય. તુંગિયા નગરના શ્રાવકોએ સંયમ અને તપના ફળ અંગે તેમને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.
૧. ભગ,૧૧૦.
મોઅ (મોદ) વરુણ(૧)ના કુટુંબનો સભ્ય.૧ જુઓ મોએજ્ડઅ.
૧. ભગ.૧૬૭.
મોઉદ્દેસઅ (મોકોદેશક) વિયાહપણત્તિના ત્રીજા શતકનો પ્રથમ ઉદ્દેશક,
૧. ભગ. ૪૦૬.
મોએજ્જઅ (મોચક અથવા મોદક) સક્ક(૩)ના લોગપાલ વરુણ(૧)ના આધિપત્ય નીચેનો એક દેવ. મોએજ્જઅના બે જુદા પડાયેલાં અવયવો મોઅ અને જય(૫) પણ જુઓ.
૨
૧. ભગ.૧૬૭.
૨. જુઓ. પં.બેચરદાસ જીવરાજ દોશીએ કરેલું ભગવતીસૂત્રનું ગુજરાતી ભાષાન્તર.
મોંઢ (મોઢ = મુઢ = મુણ્ડ) એક અણારિય (અનાર્ય) પ્રજા અને તેનો દેશ. કુંડ લોકો છોટા નાગપુરની દ્રવિડ જાતિ છે.
૨
૧. પ્રજ્ઞા.૩૭.
૨. જિઓડિ.પૃ.૧૩૪.
૧
મોક્ષ (મોક્ષ) બંધદસાનું બીજું અધ્યયન.
૧. સ્થા.૭૫૫.
મોક્ષમગગઇ (મોક્ષમાર્ગગતિ) ઉત્તરજ્ઞયણનું અઠ્યાવીસમું અધ્યયન.
૧. સમ.૩૬.
૧. મોગરપાણિ (મુદ્ગરપાણિ) અંતગડદસાના છઠ્ઠા વર્ગનું ત્રીજું અધ્યયન.
૧. અન્ત.૧૨.
૨. મોગ્ગરપાણિ જુઓ મુગ્ગરપાણિ.
૧. ઉત્તરાયૂ.પૃ.૭૦, અન્ન.૧૩.
૧
મોગલ (મૌદ્ગલ) બુદ્ધનો એક અનુયાયી. આ અને પાલિ સાહિત્યના મહા મોગલ્લાન એક જણાય છે.
૧. આચાચૂ.પૃ.૮૨, આચાશી.પૃ.૧૩૫.
મોન્ગલસેલ (મૌદ્ગલશૈલ) જુઓ મુગ્ગલસેલ.1
૧. જીતભ.૫૩૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org