________________
E
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
વર્ગ.૨
૧. ભગઅ.પૃ.૫૧૯.
મિયવણ (મૃગવન) વીતીભય નગરની ઉત્તરપૂર્વમાં આવેલું ઉદ્યાન.
૧. ભગ.૪૯૧.
૨. ભગ.૪૧૭, નિર.૩.૩, ઔપ.૩૮.
૧. મિયવાહણ (મૃગવાહન) આગામી ઉસ્સપ્પિણી કાલચક્રમાં ભરહ(૨) ક્ષેત્રમાં થનારા પ્રથમ ભાવી તિર્થંકર.
૧. સમ.૧૫૯.
૨. મિયવાહણ (મિત્રવાહન) મિત્તવાહણનું બીજું નામ.
૧. સમ.૧૫૯.
મિયસિર (મૃગશિરસ્) જુઓ મસિર.૧
૧. જમ્મૂ.૧૫૫, સમ.૩.
૧. મિયા (મૃગા) મિયગામના રાજા વિજય(૪)ની રાણી અને રાજકુમાર મિયાપુત્ત(૨)ની માતા.
૧. વિપા.૨.
૨. મિયા (મૃગા) સુગ્ગીવ(૪) નગરના રાજા બલભદ્દ(૧)ની પત્ની અને રાજકુમા૨ બસિરી(૩)ની માતા.
૧. ઉત્તરા.૧૯.૧, ઉત્તરાનિ પૃ.૪૫૦, ઉત્તરાશા.પૃ.૪૫૧.
મિયાદેવી (મૃગાદેવી) આ અને મિયા(૧) એક છે.
૧. વિપા.૨.
૧. મિયાપુત્ત (મૃગાપુત્ર) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધનું પ્રથમ અધ્યયન.
૧. વિપા.૨, સ્થા.૭૫૫.
Jain Education International
૨૧૫
૧
૨. મિયાપુત્ત મિયગામના રાજા વિજય(૪) અને રાણી મિયા(૧)નો અત્યંત દુઃખી પુત્ર. તે મહત્ત્વના અંગો અને ઇન્દ્રિયોથી વંચિત હતો, વિકલ હતો. તે હાથ, પગ, કાન, આંખ, નાકથી રહિત હતો. તે અનેક રોગોથી પીડાતો હતો. તેને ભોંયરામાં છુપાવી રાખવામાં આવતો હતો. તેના આખા શરીરમાંથી દુર્ગંધ નીકળતી હતી. રાણી મિયા જાતે તેને જમાડતી અને સંભાળ રાખતી. તેને કદી ભોંયરામાંથી બહાર કાઢવામાં આવતો ન હતો. તે તેના પૂર્વભવમાં ઇક્કાઇરટ્ટફૂડ નામનો અત્યંત ક્રૂર રાજા હતો. અનેક જન્મ અને મરણ પછી તે મહાવિદેહમાં મોક્ષ પામશે.૧
૧. વિપા.૨-૭, સૂત્રશી.પૃ.૧૫૬, આચાચૂ.પૃ.૨૩, નિશીયૂ.૩.પૃ.૨૭૬, સ્થાઅ. પૃ.
૫૦૭.
For Private & Personal Use Only
www.jainelibrary.org