________________
૧૭૪
મહાતીરા રત્તા નદીને મળનારી નદી.૧
૧. સ્થા.૪૭૦.
મહાદામઢિ (મહાદામáિ) ઈસાણના ઇન્દ્રનો બળદોના દળનો સેનાપતિ.
૧. સ્થા.૪૦૪.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. મહાદુમ (મહાક્રમ) સહસ્સારકપ્પનું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય અઢાર સાગરોપમ વર્ષનું છે, તેઓ અઢાર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને અઢાર હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.૧
૧. સમ.૧૮.
૨. મહાદુમ ઇન્દ્ર બલિના પાયદળનો સેનાપતિ.૧
૧. જમ્મૂ.૧૧૯, આવચૂ.૧.પૃ.૧૪૬.
૧. મહાદુમસેણ (મહાદુમસેન) અણુત્તરોવવાઇયદસાના બીજા વર્ગનું નવમું
અધ્યયન.૧
૧. અનુત્ત.૨
૨. મહાદુમસેણ સેણિઅ(૧) રાજા અને ધારિણી(૧) રાણીનો પુત્ર. તેણે તિત્થયર મહાવીર પાસે દીક્ષા લીધી હતી. મરીને તે અણુત્તર સ્વર્ગીય વાસસ્થાનમાં (વિમાનમાં) દેવ થયો. ભવિષ્યમાં તે મહાવિદેહમાં મોક્ષ પામશે.
૧. અનુત્ત. ૨.
૧. મહાધણુ (મહાધનુષ) હિંદસાનું નવમું અધ્યયન.૧ ૧. નિર.૫.૧.
૨. મહાધણુ બારવઈના બલદેવ(૧) અને રેવઈ(૩)નો પુત્ર.૧
૧. નિર.૫.૯.
મહાધાયઇરુક્ષ (મહાધાતકીવૃક્ષ) ધાયઈસંડમાં આવેલું વૃક્ષ.' જુઓ ધાયઈસંડ.
૧. સ્થા.૬૪૧, જમ્મૂ.૧૭૪.
૧. મહાપઉમ (મહાપદ્મ) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે, તેઓ સત્તર પખવાડિયે એકવાર શ્વાસ લે છે અને તેમને સત્તર હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.
૧. સમ.૧૭.
૨. મહાપઉમ સુકાલ(૪) અને મહાપઉમાનો પુત્ર.
૧. નિર.૨.૨.
૩. મહાપઉમ જંબુદ્દીવના ભરહ(૨) ક્ષેત્રના નવમા ભાવી ચક્કવવિટ્ટ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org