________________
૧૭૨
એક વાર શ્વાસ લે છે અને તેમને સોળ હજાર વર્ષે એક વાર ભૂખ લાગે છે.
૧. સમ.૧૬.
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૨. મહાણંદિઆવત્ત થણિયકુમાર દેવોના ઘોસ(૧) અને મહાઘોસ(૪)એ બે ઇન્દ્રોમાંથી દરેક ઇન્દ્રનો એક એક લોગપાલ.
૧
૧. ભગ. ૧૬૯, સ્થા.૨૫૬.
મહાણલિણ (મહાનલિન) મહાસુક્ક(૧)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન (વિમાન) જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય સત્તર સાગરોપમ વર્ષનું છે અને તેઓ સત્તર પખવાડિયે એક વાર શ્વાસ લે છે અને સત્તર હજાર વર્ષે એક વાર તેમને ભૂખ લાગે છે.
૧. સમ.૧૭.
મહાણિયુંઠિજ્જ (મહાનિર્પ્રન્થીય) આ અને ણિમંડિજ્જ એક છે. ૧
૧. ઉત્તરા.૨૦.
મહાણિરય (મહાનરક) અત્યંત ભયંકર નારકીય વાસસ્થાન. રયણપ્પભા(૧) નરકભૂમિમાં આવાં છ વાસસ્થાન છે – લોલ, લોલુઅ, ઉદઢ, ણદડ્જ, જરય અને પજ્જરય. પંકપ્પભા નરકભૂમિમાં નીચે જણાવેલાં મહાણિરયો છે – આર, વાર, માર, રોર, રોય(૧) અને ખાડખડ,' તમતમપ્પભા નરકભૂમિમાં આવાં પાંચ અણુત્તરમહાણિય છે. તેઓ છે – કાલ(૯), મહાકાલ(૬), રોરુ(૨), મહારોનુય અને અપ્પતિટ્ટાણ.ર
Jain Education International
૧. સ્થા.૫૧૫.
૨. એજન.૪૫૧.
મહાણિસીહ (મહાનિશીથ) એક અંગબાહિર કાલિબ આગમગ્રન્થ. ગચ્છાયારની રચનામાં તેનો આધાર લેવામાં આવ્યો છે. મહાણિસીહમાં છ અધ્યયનો અને બે ચૂલિકાઓ (પરિશિષ્ટો) છે. પ્રથમ અધ્યયનને સલ્લુદ્ધરણ કહેવામાં આવે છે. તેમાં પાયારૂપી શલ્યની નિંદા અને આલોચના કરવાની દૃષ્ટિએ અઢાર પાપસ્થાનકો બતાવવામાં આવ્યાં છે અને શ્રમણોને માયા, મિથ્યાત્વ વગેરેથી બચવાનો આદેશ આપવામાં આવ્યો છે. બીજા અધ્યયનનું નામ કમ્મવિવાગવાગરણ છે. તેમાં કર્મવિપાકનું વિવેચન છે અને સાથે સાથે પાપોની આલોચના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ બે અધ્યયનો સામાન્ય સાધુ પણ ભણી શકે છે – તેમને ભણવાની અનુજ્ઞા છે, જ્યારે બાકીનાં અધ્યયનો ભણવાની અનુજ્ઞા બધા સાધુઓને નથી અર્થાત્ આ અધ્યયનો બધા સાધુઓ માટે નથી.પ ત્રીજા અને ચોથા અધ્યયનોમાં કુશીલ સાધુઓના ખરાબ આચારનું નિરૂપણ કરી કુશીલ સાધુઓની સંગતિ ન કરવાનો ઉપદેશ છે. વળી, તે બે અધ્યયનોમાં મંત્ર-તંત્ર, નમસ્કારમંત્ર (પંચમંગલ), ઉપધાન,
For Private & Personal Use Only
www.jainelibrary.org