________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૫. મણોરમ વીરપુરમાં આવેલું ઉદ્યાન.૧ ૧. વિપા.૩૪.
૧. મણોરમા (મનોરમા) એક સદ્ગુણી સ્ત્રી.
૧. આવ.પૃ.૨૮.
૨. મણોરમા સક્ક(૩)ની એક પટરાણી અંજૂ(૩)ની રાજધાની. તે રઇકરગ પર્વત ઉપર આવેલ છે.૧
૧. સ્થા.૩૦૭.
૩. મણોરમા મલ્લિ(૧)ના સંસારત્યાગના પ્રસંગ ઉપર મલ્લિએ ઉપયોગમાં લીધેલી પાલખી.૧
૧. સમ,૧૫૭.
૧. મણોરહ (મનોરથ) ણાલંદામાં આવેલું ઉદ્યાન.
૧
૧. સૂત્રનિ.૨૦૪, સૂત્રશી.પૃ.૪૦૭.
૨. મણોરહ પખવાડિયાનો ત્રીજનો દિવસ.૧
૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય.૪૮.
મણોસિલ અથવા મણોસિલય (મનઃશિલક) ચાર વેલંધરણાગરાય દેવોમાંનો એક. તેનું વાસસ્થાન લવણ સમુદ્રમાં આવેલા દગસીમ પર્વત ઉપર છે.
૧. સ્થા. ૩૦૫, જીવા.૧૫૯, સ્થાઅ પૃ.૨૨૯.
મણોસિલા અથવા મણોસિલિયા (મનઃશિલા) મણોસિલય દેવની રાજધાની. તે દગસીમ પર્વત ઉપર આવેલી છે.૧
૧. જીવા.૧૫૯.
મણોહરા (મનોહરા) સંસારત્યાગના પ્રસંગે તિર્થંકર મુણિસુવ્વય(૧)એ ઉપયોગમાં લીધેલી પાલખી.૧
૧. સમ.૧૫૭.
મણોહરી (મનોહરી) જિયસત્તુ(૩૫)ની બે રાણીઓમાંની એક. પોતે પોતાના દીકરા બલદેવ(૨) અયલ(૫)ને બોધ પમાડશે એવી શરતે તેને સંસારનો ત્યાગ કરી શ્રમણી બનવાની રજા આપવામાં આવી હતી. મૃત્યુ પછી લંતગ સ્વર્ગીય ક્ષેત્રમાં તે દેવોનો ઇન્દ્ર બની. અયલના ભાઈ વાસુદેવ બિભીસણના મરણપ્રસંગે તેણે તેનું વચન પાળ્યું
હતું.
૧
૧. આવચૂ.૧.પૃ.૧૭૬-૧૭૭.
૧૫૧
મતિ જુઓ મઇ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org