________________
*
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આનિ.૩૨૩, આવમ.પૃ.૨૨૭. ૨. ઉત્તરાનિ.પૃ.૩૭૯. ૩.લાઇ.પૃ.૨૭૧. ૧. બંભદત્ત (બ્રહ્મદત્ત) વર્તમાન ઓસપ્પિણી કાલચક્રના બારમા ચક્કવિટ્ટ. તે તેવીસમા તિર્થંકર પાસ(૧)ના પહેલાં અને બાવીસમા તિર્થંકર અરિટ્ટણેમિની પછી રાજ કરતા હતા. પંચાલ દેશની રાજધાની કંપિલ્લપુરના રાજા બંભ(૧) અને તેમની રાણી ચલણી(૨)ના તે પુત્ર હતા. તેમની ઊંચાઈ સાત ધનુષ હતી. તેમને અનેક રાણીઓ હતી પણ મુખ્ય રાણીઓ આ હતી – હરિએસા, ગોદત્તા, કણેરુદત્તા, કણેરુપઇગા, કુંજરસેણા, કણેરુસેણા, ઇસીવુઢિ અને કુરુમઈ(૧).× બંભદત્તના પૂર્વભવમાં જે તેના ભાઈ હતા તે શ્રમણ ચિત્ત(૧) કંપિલ્લપુર આવ્યા અને તેમણે બંભદત્તને પોતાના બન્નેના પૂર્વભવોની યાદ દેવડાવી અને વિષયભોગ છોડી શ્રામણ્ય સ્વીકારવા સલાહ આપી. પરંતુ બંભદત્તે તેમની સલાહ સ્વીકારી નહિ. સાત સો વર્ષનું આયુષ્ય ભોગવ્યા પછી મરીને તે સાતમા નરકમાં જન્મ્યા.
૧. આવિન.૩૭૫. તીર્થો.૫૬૦,૧૧૪૧, સ્થા.૨૩૬,૩૧૫, સમ.૧૫૮, ઉત્તરાનિ. અને ઉત્તરાશા. પૃ.૩૭૯-૮૦, વિશેષા.૧૭૬૩, નિશીયૂ.૨.પૃ.૨૧,મર.૩૭૬. ૨. આનિ.૪૧૯, આવચૂ.૧.પૃ.૨૧૫, વિશેષા.૧૭૭૧.
૩. ઉત્તરાયૂ.પૃ.૨૧૪, ઉત્તરા.૧૩.૧, ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૭, જીવા.૮૯, સમ.૧૫૮, આવિન.૩૯૮-૪૦૦.
૪. સ્થા.૫૬૩, આનિ.૩૯૩.
૫. ઉત્તરાનિ. અને ઉત્તરાશા.પૃ.૩૭૯. સમ.૧૫૮ અનુસાર, કુરુમઈ(૧) તેમની પટરાણી હતી.
૬. ઉત્તરા. અધ્યયન ૧૩, નિશીયૂ.૩.પૃ.૫૮, આચાચૂ.પૃ.૧૯,૭૪, ૧૨૧, ૧૯૭, ૩૮૧, આવચૂ.૧. પૃ.૩૬૬, ૪૪૬, ૨.પૃ.૭૯,૩૦૭, દશચૂ.પૃ.૧૦૫,૩૨૮, જીવા.૮૯, સ્થા.૧૧૨, ૫૬૩, વિશેષા.૧૭૭૬.
૯૦
૧
૨. બંભદત્ત અયોજ્ઞાનો ગૃહસ્થ. તેણે બીજા તિર્થંકર અજિયને સૌપ્રથમ ભિક્ષા
આપી હતી.૨
૧. આનિ.૩૨૩.
૨. સમ.૧૫૭, આનિ.૩૨૭.
૧
૩. બંભદત્ત રાયગિહનો ગૃહસ્થ. તેણે વીસમા તિર્થંકર મુણિસુવ્વય(૧)ને સૌપ્રથમ ભિક્ષા આપી હતી. તેનો ઉલ્લેખ ઉસભસેણ(૨) નામે પણ થયો છે.
૧. આનિ.૩૨૫
૨. આનિ,૩૨૯
૩. સમ,૧૫૭.
૪. બંભદત્ત જે પોતાના નસીબ ઉપર જ વિશ્વાસ રાખતો હતો તે રાજકુમાર.
૧. દય.પૃ.૧૦૩-૧૦૪.
બંભદત્તહિંડી (બ્રહ્મદત્તહિંડી) ચક્કવટ્ટિ બંભદત્ત(૧)ના જીવનચરિતને આલેખતો ગ્રન્થ.૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org