________________
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૩૭ અજુણગોમાયુપુર (અર્જુનગોમાયુપુત્ર) આ અને અજુણ(૫) એક જ છે."
૧. ભગ. પ૩૯. અજુણરાયા (અર્જુનરાજા) આ અને અજુણ(૩) એક જ છે.'
૧. વિપા. ૩૪. અઝલ એક અણારિય(અનાર્ય) દેશ. જલ્લ નામે પણ તેનો ઉલ્લેખ છે. ૧. પ્રજ્ઞા. ૩૭.
૨, પ્રશ્ન.૪. અટ્ટણ ઉજ્જણીનો મલ્લ. સોપારગના રાજા સીહગિરિ(૨) દર વર્ષે મલ્લકુસ્તીની સ્પર્ધા યોજતા હતા. જીતનારને વિજયધ્વજ સાથે મોટો ધનરાશિ મળતો. અટ્ટણ દર વર્ષે સ્પર્ધામાં ભાગ લેતો અને દર વર્ષે જીતતો અને ઈનામ મેળવતો. આને સીહગિરિએ પોતાનો માનભંગ ગણ્યો. તેને અપમાન લાગ્યું. દરેક વર્ષે પોતાના રાજ્યની બહારની વ્યક્તિ જીતીને ઈનામ લઈ જાય તે તેને ગમ્યું નહિ. અટ્ટણના હરીફ તરીકે તેણે પોતાનો મલ્લ તૈયાર કર્યો. પછીના વર્ષે જ્યારે સ્પર્ધા થઈ ત્યારે અટ્ટણ હાર્યો. તેનો બદલો લેવા, સીહગિરિ રાજાના મલ્લને હરાવવા માટે અટ્ટણે બીજા મલ્લને તૈયાર કરવાની યોજના બનાવી. સોપારગથી સુરટ્ટ જતાં ભરુચ્છ પાસે એક હાથે હળ ચલાવતા અને બીજા હાથે કપાસ વીણતા ફલિહમલ નામના ખેડૂતને તેણે જોયો. તેનાથી તે ખૂબ પ્રભાવિત થયો. તે તેને ઉજેણી લઈ ગયો. ત્યાં તેણે તેને મલ્લકુસ્તીની કળા શીખવી તાલીમ આપી. પછીના વર્ષે અટ્ટણના શિષ્ય બનેલા નવા મલે રાજા સીહગિરિના મલ્લને હરાવ્યો. ૧. આવનિ. ૧૨૭૪,આવયૂ.૨.૫.૧૫૨,ઉત્તરાયૂ.પૂ.૧૦૯, ઉત્તરાશા.૫.૧૯૨,
આવહ.પૃ.૬૬૫. અટ્ટણમલ્લ આ અને અટ્ટણ એક જ છે.
૧. આવચૂ.૨, પૃ. ૧૫ર. અવિહા-ગણિસંપયા (અષ્ટવિધા-ગણિસમ્પદા) આયાદસાનું ચોથું અધ્યયન."
૧. સ્થા.૭૫૫. અટ્ટાવા (અષ્ટાપદ) જુઓ અટ્ટાવાય.'
૧. અવનિ૩૩૮, જબૂ.૭૦. અટ્ટાવય(અષ્ટાપદ) એક પવિત્ર પર્વત જ્યાં તિર્થીયર ઉસહ(૧) ગયા હતા અને મોક્ષ પામ્યા હતા. ભરહે(૧) ત્યા મંદિર નિર્માણ કર્યું હતું અને તે પણ ત્યાં મોક્ષ પામ્યા હતા. ઉસહ, તેમના ગણધરો અને બીજા શ્રમણોનાં મૃત શરીરના અંતિમ સંસ્કાર માટેની વ્યવસ્થા સક્રે(૩) કરી હતી અને તેણે ત્યાં ત્રણ સ્તૂપો ઊભા કર્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org