________________
૪00
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. આવયૂ.૧.પૃ. ૧૭૧, આવમ.પૃ.૨૨૨. દઢપઈષ્ણ અથવા દઢપ્પUણ (દઢપ્રતિજ્ઞ) પરિવ્રાજક અમૂડ(૧), રાજા પએસિ, ગોસાલ અને બીજાઓના ભાવી જન્મનું નામ. ૧. ઔપ.૪૦, ભગ.પ૩૦.
૩. ભગ.પ૬૦. ૨. રાજ.૨૦૯.
૪. વિપા.૭-૩૪. ૧. દઢuહારિ (દઢપ્રહારિ) ચોરોનો સરદાર. એક વાર તેણે એક બ્રાહ્મણ અને તેની ગર્ભવતી પત્નીને મારી નાખ્યાં. પછી તે શ્રમણ બન્યો અને ધ્યાન ધરવાનું શરૂ કર્યું. તેનાં પૂર્વ દૂર કૃત્યોનું વેર લેવા લોકો તેને ત્રાસ આપવા લાગ્યા. પરંતુ તે શાંત ચિત્તે બધો ત્રાસ સહન કરતા. છેવટે તેમને કેવળજ્ઞાન થયું અને મોક્ષપ્રાપ્તિ થઈ. ૧. આવ.પૃ. ૨૭, આવયૂ.૧.પૃ.૫૬૮, વિશેષા.૩૬૪૬, આવનિ.૯૪૬, ઉત્તરાક.
પૃ.૫૯-૬૧, આવહ.પૃ.૪૩૮. ૨. દઢપ્પહારિ કોસંબી નગરીનો વતની અને ઉજેણીના રાજા જિયસતુ(૩૬)ના સારથિ અમોહરહનો મિત્ર. તે ધનુર્વિદ્યામાં નિપુણ હતો. અમોહરહનો પુત્ર અગડદર તેની પાસેથી ધનુર્વિદ્યા શીખ્યો હતો.'
૧. ઉત્તરાશા.પૃ.૨૧૩-૧૪ દઢભૂમિ (દઢભૂમિ) મહાવીર તેમનું દસમું ચોમાસું સાવત્થામાં પૂરું કર્યા પછી સાહુલક્રિ ગામમાંથી પસાર થઈને દઢભૂમિ નામે ઓળખાતા પ્લેચ્છક્ષેત્રમાં પ્રવેશ્યા. વિહાર કરતાં પેઢાલગ્ગામમાં પોલાસ ચૈત્યમાં મહાપડિમા (મહાપ્રતિમા) તપોધ્યાનને આદર્યું.
જ્યારે સક્ક(૩)એ તેમના અક્ષુબ્ધ ધ્યાનની પ્રશંસા કરી ત્યારે સંગમઅ દેવને તેમની ઈર્ષા થઈ. તેણે ઘણી બધી દુષ્ટ ભયંકર ઘટનાઓ સરજીને તેમને ક્ષુબ્ધ કરવા પ્રયત્નો કર્યા. તે તેમની પાછળ વાલુયપંથ જે વાલુયગ્રામ નામે પણ ઓળખાતું હતું ત્યાં ગયો અને ફરીથી કુદરતી આફતોનું સર્જન કર્યું. તે સતત છ મહિનાઓ સુધી તેમને ક્ષુબ્ધ કરવા માટે પ્રયત્નો કરતો જ રહ્યો પરંતુ મહાવીર જરા પણ ચલિત થયા નહિ. છેવટે દેવે મહાવીરની ક્ષમા માગી, પ્રાર્થના કરી અને પછી તે જતો રહ્યો. દઢભૂમિની એકતા સિંઘભૂમ જિલ્લામાં આવેલા દલભૂમ સાથે સ્થાપવામાં આવી છે. ૧. આવનિ.૪૯૭, આવયૂ.૧.પૃ.૩૦૧, વિશેષા.૧૯૫૩, કલ્પસં.પૃ.૮૮, કલ્પવિ. પૃ.
૧૬૮. ૨. લાઈ.પૃ.૨૭૮. દઢમિત્ત (દઢમિત્ર) દંતપુરનો રહેવાસી. તે ધણમિત્ત(૨)નો મિત્ર હતો. રાજા દ્વારા નિષિદ્ધ હોવા છતાં તે તેના મિત્ર માટે જંગલમાંથી હાથીદાંતની ભારી લાવ્યો હતો.' ૧. આવચૂ.૨.પૂ.૧૫૪, નિશીયૂ.૪.પૃ.૩૬૨, આવનિ.૧૨૭૫, વ્યવ.૩.પૂ.૧૭,
વૃક્ષ. ૧૯૧, આવહ પૃ.૬૬૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org