________________
૩૮૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
તુરુમિણી જ્યાં રાજા જિયસત્તુ(૩) રાજ કરતા હતા તે નગર. તેનો પુત્ર દત્ત(૭) આ નગરના રાજા તરીકે આ નગરમાં આચાર્ય કાલગ(૫)ને મળ્યો હતો. શ્રમણી સુકુમાલિયા(૨) તેમજ તેના ભાઈઓ શ્રમણ સસઅ(૨) અને ભસઅ આ નગરમાં
આવ્યાં હતાં.૨
૨. નિશીભા.૨૩૫૪, બૃભા.૫૨૫૫.
૧. આવિન. ૮૭૨, આવચૂ.૧.પૃ.૪૯૫.
તુરુવિણી જુઓ તુમિણી.
૧. આયૂ.૧.પૃ.૪૯૫.
તુલસીવિયાહપણત્તિના એકવીસમા શતકનો આઠમો ઉદ્દેશક.૧
૧. ભગ. ૬૮૮.
તુસિઅ અથવા તુસિય (તુષિત) લોગંતિય દેવોના નવ ભેદોમાંનો એક.
૧. આવનિ.૨૧૪, વિશેષા.૧૮૮૪, આવચૂ.૧.પૃ.૧૫૧, સમ.૭૭, સ્થા. ૬૮૪. તેઅગણિસગ્ગ (તેજસ્કનિસર્ગ) એક અંગબાહિર કાલિય આગમગ્રન્થ. તે હાલ વિદ્યમાન નથી, નષ્ટ થઈ ગયો છે.
૧. પાક્ષિ. પૃ. ૪૪-૪૫.
તેઆ (તેજા) પખવાડિયાની તેરમી રાત્રિ.૧
૧
૧. જમ્મૂ.૧૫૨, સૂર્ય,૪૮.
તેઉ (તેજસ્) અગ્ગિસિહના તાબામાં રહેલો લોગપાલ અને અગ્નિમાણવના તાબામાં રહેલો લોગપાલ.
૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬.
તેઉકંત (તેજસ્કાન્ત) અગ્ગિસિહના લોગપાલનું નામ તેમજ અગ્નિમાણવના લોગપાલનું નામ.
૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬.
તેઉપ્પભ (તેજસ્પ્રભ) અગ્નિસિહના લોગપાલનું નામ તેમજ અગ્નિમાણવા લોગપાલનું નામ.૧
૧. ભગ.૧૬૯, સ્થા.૨૫૬.
તેઉસિહ (તેજ:શિખ) અગ્ગિસિહના લોગપાલનું નામ તેમજ અગ્નિમાણવના લોગપાલનું નામ.
૧. ભગ. ૧૬૯, સ્થા.૨૫૬.
તેઉસીહ જુઓ તેઉસિહ.૧
૧. ભગ.૧૬૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org