________________
૩૮૦
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ અલૌકિકતામાં વધારો કરે એવી બીજી ઘણી બધી વસ્તુઓ કરે છે. તે સમાધિમરણની વિધિ યા પ્રક્રિયા કરે છે અને મોક્ષ પામે છે. તેમને સંખ્યાબંધ વિશેષણોથી સંબોધવામાં આવ્યા છે – જેવાં કે આદિકર, લોકપ્રદીપ, ધર્મવરચાતુરાન્તચક્રવર્તિનું, બુદ્ધ અને ધર્માચાર્ય.૧૫
ઉસ્સપ્પિણી અને ઓસપ્પિણીના પ્રત્યેક કાલચક્રમાં ભરહ(૨)માં ચોવીસ તિસ્થર થાય છે તેમ જ એરવ(૧) ક્ષેત્રમાં પણ ચોવીસ તિર્થીયર થાય છે. તે ચોવીસમાંથી તેવીસ દૂસમસુસમાં અરમાં જન્મ લે છે જ્યારે એક સુસમદૂસમા અરમાં જન્મ લે છે. આખા સમયખુત્તમાં ઓછામાં ઓછા વીસ અને વધુમાં વધુ એક સો સિત્તેર તિર્થીયર વિદ્યમાન હોય છે. એકલા જંબુદ્દીવમાં જ ઓછામાં ઓછા ચાર (ચારે ચાર મહાવિદેહમાં) અને વધુમાં વધુ ચોત્રીસ (એક એરવ(૧)માં, એક ભરહ(૨)માં અને મહાવિદેહના બત્રીસ વિજય(૨૩) અર્થાત્ પ્રદેશોમાંથી દરેકમાં એક એક એમ ચોત્રીસ તિર્થીયર વિદ્યમાન હોય છે. ૧૯
પ્રથમ અને અંતિમ તિર્થીયરે પંચયામ (પાંચ વ્રતો) અને અચેલધર્મ (નગ્નતા)નો ઉપદેશ આપેલ છે જ્યારે બાકીના તિર્થીયરોએ ચાતુર્યામ (ચાર વ્રતો) અને સચેલ ધર્મ (વસ્ત્રધારણ)નો ઉપદેશ આપેલ છે. આ જ વાત એરવય(૧)ની બાબતમાં પણ સાચી છે અને બન્ને કાલચક્રની બાબતમાં પણ સાચી છે. પરંતુ મહાવિદેહમાં તો સદાકાળ ચાતર્યામધર્મ જ પ્રવર્તે છે. ૨ ભરત(૨)ના ચોવીસમાંથી ઓગણીસ તિત્યયરે વિવાહિત જીવન ગાળ્યા પછી સંસારત્યાગ કર્યો હતો અને તેમાંના ત્રણ તો ચક્રવટ્ટિ પણ હતા.૨૪ ચોવીસમાંથી વીસ તિર્થીયર સમેય પર્વત ઉપર મોક્ષ પામ્યા હતા.'
આ ચોવીસ તિર્થીયર અંગે વધારાની જે બાબતોની સામાન્ય માહિતી મળે છે તે બાબતો નીચે આપી છે – તેમનો ચક્રવદ્ધિઓ, બલદેવો(૨) અને વાસુદેવો(૧) સાથે કાલક્રમાનુસારી સંબંધ, તેમના પૂર્વભવો, ૨૭ જે સ્વર્ગોમાંથી અવી માતૃગર્ભમાં આવ્યા હોય તેમનાં નામ, ૨૮ તેમનું કુટુંબ યા કુળ, ૨૯ તેમનાં માતાપિતા,૩૦ જન્મસ્થાન, વર્ણ (રંગ), ઉંમર, ઊંચાઈ, તેમના વિવાહિત જીવનનો કાળખંડ, ૫ તેમની દીક્ષાનાં સ્થાન, સમય અને પ્રકાર, ૩૬ તે સમયે તેમણે ઉપયોગમાં લીધેલ પાલખી, તેમની સાથે દીક્ષિત થનારની સંખ્યા,“તે પ્રસંગે તેમણે કરેલું તપ, પ્રથમ ભિક્ષાનાં સ્થાન, સમય અને દાતા, કેવલજ્ઞાનપ્રાપ્તિની તિથિ અને સ્થાન,૧ તેમની સાથે જોડાયેલાં પવિત્ર વૃક્ષો, તેમના પ્રથમ ઉપદેશનું અને તીર્થ સ્થાપનાનું સ્થાન, તેમના આજ્ઞાવર્તી ગણો અને ગણધરોની સંખ્યા, તેમનાં પ્રથમ શિષ્યશિષ્યા અને પ્રથમ ઉપાસક-ઉપાસિકા, તેમના શ્રમણ સંઘનું સંખ્યાબળ, તેમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org