________________
૩૨ ૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ૧. સમ.૧૫૭, તીર્થો. ૪૬૬. જિલ્ડ (જિમ) એવું વાદળ કે જે એક વાર વરસે તો આખું એક વર્ષ જમીનને ભીની ભેજવાળી રાખે.
૧. સ્થા. ૩૪૭. જિય (જિત) જુઓ બલદેવ(૨).'
૧. તીર્થો. ૧૧૪૪. જિયંત પડિમા (જીવપ્રતિમા) જીવતા તિસ્થયરની પ્રતિમા. તિસ્થયરનું નામ આપ્યું નથી. જુઓ જીવંતસામિ.
૧. નિશીયૂ.૩.પૂ.૭૯, બૃ.૧૫૩૬. જિયવત્તિ (જિતવર્તિ) વસંતપુર(૩)ના શેઠ. તેમને ધણાવહ(૪) નામનો નાનો ભાઈ હતો.'
૧. આવચૂ.૧,પૃ.૫૨૬. ૧. જિયસતુ (જિતશત્રુ) ચંપા નગરીનો રાજા. ધારિણી(૧૮) તેની પત્ની હતી, અદણસતુ(૩) તેનો પુત્ર હતો અને સુબુદ્ધિ(૧) તેનો મત્રી હતો.'
૧. જ્ઞાતા.૯૧. ૨. જિયસતુ કંપિલ્લપુરનો રાજા. કુંભ રાજાની રૂપાળી પુત્રી મલ્લિ(૧)ને લગ્ન માટે મેળવવા તેણે મિહિલા ઉપર આક્રમણ કર્યું. પરંતુ મલ્લિએ તેને અશુચિ મનુષ્ય શરીર પાછળ ન પડવા સમજાવ્યો. તેનો મોહ દૂર થયો, તેણે સંસાર ત્યાગી દીધો, તે કેવળજ્ઞાન પામ્યો અને મોક્ષે ગયો.'
૧. જ્ઞાતા.૭૪-૭૮. ૩. જિયસતુ સાવત્થી નગરીનો રાજા.'
૧. જ્ઞાતા.૧૫૦, ઉપા. ૫૫-૫૬, મર. ૪૯૯. ૪. જિયસત્ત આમલકપ્પા નગરનો રાજા.'
૧. જ્ઞાતા.૧૪૮. ૫. જિયસતુ સવ્વતોભદ્ર (દ) નગરનો રાજા. તેને મહેસરદત્ત નામનો પુરોહિત હતો.'
૧. વિપા.૨૪. ૬. જિયસતુ વાણિયગ્ગામનો રાજા.'
૧. ઉપા.૩, દશા.૫. ૭. જિયસ વણારસી નગરનો રાજા.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org.