________________
૨૮૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ચક્ક (ચક્રી વેસમણ(૯)ના તાબામાં રહેલો એક દેવ.'
૧. ભગ. ૧૬૮. ચક્કપુર (ચક્રપુર) જ્યાં સત્તરમા તિર્થંકર કંથ(૧)એ પ્રથમ પારણું કર્યું હતું તે નગર. છઠ્ઠા વાસુદેવ(૧) પુરિસપુંડરીઅ અને છઠ્ઠા બલદેવ(૨) આણંદ(૧) આ નગરના હતા. ૧. આવનિ.૩૨૫.
૨. આવનિ.૪૦૮, સમ.૧૫૮. ચક્કપુરા (ચક્રપુરી) મહાવિદેહમાં સીસોદા નદીની ઉત્તરે આવેલા વષ્ણુ પ્રદેશની રાજધાની.'
૧. જબૂ.૧૦૨, સ્થા.૬૩૭. ચક્રવટ્ટિ (ચક્રવર્તિન) પૃથ્વીના ચારે ચાર છેડા સુધી રાજ કરનાર સાર્વભૌમ રાજાધિરાજ અને ચૌદ રત્નોનો માલિક. તે મનુષ્યોમાં દેવ છે. ચક્ર (એક પ્રકારનું શસ્ત્ર) તેનું મુખ્ય રત્ન છે. વધારામાં તે નવનિધિનો માલિક છે અને બત્રીસ હજાર રાજાઓનો અધિપતિ છે. તેના રાજયની ભૂમિની સીમા સમુદ્રકિનારો છે અર્થાત્ સમુદ્ર સુધી વિસ્તરેલી સકલ ભૂમિનો તે રાજા છે. ભરત(૨) ક્ષેત્રની બાબતમાં જેમાં તેના બધા છ વિભાગોને સમાવિષ્ટ છે તેવા હિમવંત(પ)થી સમુદ્ર સુધીના પ્રદેશનો રાજા ચક્રવટ્ટિ હોય છે. એક છત્ર અને એક અધિપતિ જેવો અર્થાતુ સાર્વભૌમ એવો તે રાજરાજેશ્વર છે. તેની સેના ચાર અંગોવાળી છે. તે ચાર અંગો છે – હયદળ, ગજદળ, રથદળ અને પાયદળ.તેને ચોસઠ હજાર પત્નીઓ છે. તિર્થંકરની માતાની જેમ ચક્રવટ્ટિની માતાને પણ ગર્ભધારણ કરતી વખતે ચૌદ સ્વપ્ન આવે છે. ચક્રવટ્ટિ કદી નીચ કુળમાં જન્મ લેતા નથી. તે ક્ષત્રિયકુળમાં જ જન્મ લે છે. ચક્કટ્ટિ બધી રીતે સદા વાસુદેવ(૧)થી ચડિયાતા છે અને તિર્થંકરથી ઊતરતા છે. તે વાસુદેવથી બમણા બળવાન છે. તે એક હજાર આઠ શુભ લક્ષણો ધરાવે છે.દુન્વયી સુખસમૃદ્ધિની બાબતમાં કોઈ તેની બરાબરી કરી શકતું નથી.૧૩ જંબુદીવમાં ઓછામાં ઓછા ચાર ચક્કવષ્ટિ હોય છે અને કેટલીક વાર આ સંખ્યા વધીને ઉત્કૃષ્ટ ત્રીસની થાય છે અર્થાત્ મહાવિદેહમાં ચાર શાશ્વત ચક્રવટ્ટિ હોય છે જયારે કેટલીક વાર મહાવિદેહમાં અઠ્ઠાવીસ અને ભરહ(૨) અને એરવય(૧)માં બે. દરેક ઓસપ્પિણી અને ઉસ્સપ્રિણીમાં એરવય(૧) તેમ જ ભરત(૨)માં બાર ચક્રવટ્ટિ જન્મે છે. ૧૫ તે બારમાંથી અગિયાર દૂસમસુસમા અરમાં અને એક સુસમદૂસમા અરમાં જન્મે છે. ચક્કવદિ ચક્કહર અને ચક્કિ તરીકે પણ જાણીતા છે.
વર્તમાન ઓસપ્રિણીમાં ભરહ(૨) ક્ષેત્રમાં થયેલા બાર ચક્કવષ્ટિનાં નામ નીચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org