________________
૨૮૨
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. ભગ. ૧૭૬.
ચંદુત્તરાવડિંસગ (ચન્તોત્તરાવતંસક) સર્ણકુમાર(૧) અને માહિંદ(૩)માં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમ વર્ષનું છે.
૧. સમ.૩.
૧. ચંદોતરણ (ચન્દ્રાવત૨ણ) કોસંબી નગરીની બહાર આવેલું ઉદ્યાન. અહીં મહાવીર આવ્યા હતા.`મહાવીરને વંદન ક૨વા દેવ ચન્દ્ર અહીં ઊતરી આવ્યો હતો, એના કા૨ણે તેનું નામ આવું પાડવામાં આવ્યું હશે.
૧. વિપા.૨૪, ભગ.૪૪૧.
૨. ચંદોતરણ (ચન્દ્રાવતરણ) ઉદંડપુર નગરની બહાર આવેલું ચૈત્ય. ગોસાલનો બીજો પઉટ્ટપરિહાર (પરશરીરપ્રવેશ) અહીં થયો હતો.· મહાવીરને વંદન કરવા દેવ ચન્દ્ર ઊતરી આવ્યો હોવાના કારણે તેનું આ નામ પડ્યું હશે.
૧. ભગ. ૫૫૦,
ચંદોદય (ચન્દ્રોદય) ચન્દ્રાનના નગરીની બહાર આવેલું ઉદ્યાન.૧ ૧. પિંડનિ.૨૧૨-૨૧૩, પિંડનિમ.પૃ.૭૬.
ચંદોયરણ (ચન્દ્રાવત૨ણ) જુઓ ચંદોતરણ.૧
૧. ભગ.૫૫૦.
ચંદોવતરણ (ચન્દ્રાવતરણ) આ અને ચંદોતરણ એક છે.
૧. ભગ. ૪૪૧.
ચંપઅ (ચંપક) ચંપગવણ નામના વનનો રક્ષક દેવ.
૧. જીવા. ૧૩૬.
ચંપગવણ (ચમ્પલન) વ૫(૧)ની રાજધાની વિજ્યા(૮)થી પાંચસો યોજનના અંતરે આવેલું વન.૧
૧. જીવા. ૧૩૬.
ચંપયર્ડિસઅ (ચંપકાવતંસક) સક્ક(૩)ના પાંચ વિમાનોમાંનું (સ્વર્ગીય વાસસ્થાનોમાંનું) એક.
૧. ભગ. ૧૬૫.
ચંપરમણિજ્જ (ચમ્પરમણીય) કુમારઅ સન્નિવેશમાં આવેલું ઉદ્યાન. ગોસાલ સાથે મહાવીર અહીં આવ્યા હતા.
૧. આવનિ.૪૭૮, વિશેષા.૧૯૩૨.
૧. ચંપા ભરહ(૨)ના એક આરિય(આર્ય) દેશ અંગ(૧)ની રાજધાની. તેની સીમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org