________________
૨૬૮
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ગોવાલી (ગોપાલી) તિર્થીયર પાસ(૧)ની શિષ્યા. • ૧. આવનિ.૧૩૦૨. ગોવિંદ (ગોવિન્દ) અવંતી રાજ્યના ગામ સંબુક(૨)નો રહેવાસી.' તે આચાર્ય ગુણંધર(૧)નો શિષ્ય બન્યો હતો. ૧. મનિ.પૃ.૨૧૦.
૨. મનિ.પૃ.૨૧૭. ગોવિંદણિજુત્તિ (ગોવિન્દનિયુક્તિ) ગોવિંદવાયગ (ગોવિન્દવાચક) દ્વારા રચાયેલી નિર્યુક્તિ પ્રકારની ટીકા.'તે નષ્ટ થઈ ગઈ છે, વર્તમાનમાં અસ્તિત્વમાં નથી.
૧. નિશીયૂ.૩.પૃ.૨૬૦,૪,પૃ.૯૬, આવયૂ.૧.પૃ.૩૧ અને ૩૫૩. ગોવિંદદર તગરામાં વસતા આચાર્યનો શિષ્ય.
૧. વ્યવભા. ૩.૩૫૦. ગોવિંદવાયગ (ગોવિન્દવાચક) એક બૌદ્ધ ભિક્ષુ જેમણે ઉત્તરકાળે જૈન ધર્મ સ્વીકાર્યો.' તે ગોવિંદણિજુત્તિના કર્તા છે. ૧. દશચૂ.પૃ.૫૩,દશહ.પૃ.૫૩, નિશીભા.૩૬૫૬, સ્થાઅ.પૃ.૪૭૪, ૫૦૪, આવચૂ. ૨.
પૃ.૨૦૧, ૩૭૬, ૩૨૨, વ્યવભા.૬.૨૬-૨૬૮, આચાચુ. પૃ. ૨૭, ૬૦, ૨૨૮. ૨. નિશીયૂ.૩.પૃ.૨૬૦, ૪.પૃ.૯૬. ગોવતિઓ (ગોવર્તિક) જીવવામાં બધી રીતે ગાયને અનુસરનારા અને ઘાસ,પાંદડાં, ફૂલ વગેરે લેનારા (ખાનારા) પરિવ્રાજકોનો એક વર્ગ-૧
૧. અનુ.૨૦, અનુ. પૃ.૨૫. ગોસખિ (ગોસખિ) ગોબૂરગામ(૧)નો ખેડૂત. બંધુમતી(૩) તેની પત્ની હતી અને વેસિયાયણ તેણે દત્તક લીધેલો પુત્ર હતો.
૧. આવયૂ.૧.પૃ.૨૯૭, આવનિ.૪૯૪, વિશેષા.૧૯૪૮. ગોસાલ (ગોશાલ) મખલિ અને તેની પત્ની ભદ્દા(૨૮)નો પુત્ર. તેનો જન્મ સરવણ સન્નિવેશમાં થયો હતો. મખલિ મંખ અર્થાત્ હાથમાં ચિત્રપટ લઈ તે દ્વારા લોકોને ઉપદેશ આપી આજીવિકા મેળવનાર ભિક્ષુક હતો. મખલિના આ પુત્રનું નામ ગોસાલ પાડવામાં આવ્યું કારણ કે તેનો જન્મ વેદવિશારદ ગોબહુલ બ્રાહ્મણની ગૌશાળામાં થયો હતો. તેને બધા મખલિપુર (અર્થાત્ સંખલિનો પુત્ર) કહેતા. તેને આજીવિયના સિદ્ધાન્ત નિયતિવાદનો પ્રવર્તક માનવામાં આવે છે. ગોસાલે પોતાના પિતાની જેમ મુખ તરીકે જીવન શરૂ કર્યું. થોડા સમય પછી તેણે શ્રમણ મહાવીર સાથે પરિચય કેળવ્યો અને તે મહાવીરનો શિષ્ય બની ગયો. તે વખતે મહાવીર બીજો વર્ષાવાસ ગાળી રહ્યા હતા. ગોસાલ તેમની સાથે છ વર્ષ રહ્યો. તે પછી તેને મહાવીર સાથે સૈદ્ધાત્તિક મતભેદો ઊભા થયા. પરિણામે તેમનાં મન ઊંચા થઈ ગયાં અને છેવટે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org