________________
૧૮૪
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ
૧. નન્દિ. ગાથા.૩૦.
૨. કમ્મપ્પયડ ઉત્તરજ્ઞયણનું તેત્રીસમું અધ્યયન. ૧. ઉત્તરાનિ.પૃ.૯, સમ.૩૬. કમ્મપ્પવાય (કર્મપ્રવાદ) કર્મપ્રકૃતિ વગેરેનું નિરૂપણ કરતો આઠમો પુત્વ ગ્રન્થ. ૧. નન્દિ.૫૭, નન્દિચૂ.પૃ.૭૬, નન્ક્રિમ.પૃ.૨૪૧, વિશેષા.૩૦૧૪, આવહ.પૃ.૩૧૧. કમ્મબંધઅ (કર્મબન્ધક) પણવણાનું ચોવીસમું પદ (પ્રકરણ).૧ જુઓ બંધ.
૧. પ્રજ્ઞા. ગાથા ૬.
કમ્મભૂમિ (કર્મભૂમિ) એવો પ્રદેશ જ્યાં માણસ પોતાની આજીવિકા યુદ્ધકળા (અસિ), લેખનકળા યા સાહિત્યકળા (મસી = શાહી) અને કૃષિ (ખેતી) એ ત્રણમાંથી કોઈ એક દ્વારા રળે છે. આવા ક્ષેત્રો યા પ્રદેશો પંદર છે - પાંચ ભરહ(૨) ક્ષેત્રો, પાંચ એરવય(૧) ક્ષેત્રો અને પાંચ મહાવિદેહ ક્ષેત્રો. આમ પાંચ પાંચના ત્રણ વર્ગ થયા. પંદરમાંથી ત્રણ ક્ષેત્રો (દરેક વર્ગમાંથી એક એક) જંબૂદીવમાં છે, છ ક્ષેત્રો (દરેક વર્ગમાંથી બે બે) ધાયઈખંડમાં છે અને છ ક્ષેત્રો પુખ્ખરવરદીવમાં છે. જુઓ અકમ્મભૂમિ.
૨
૧. નન્દ્રિય. પૃ.૧૦૨.
૨. ભગ.૬૭૫, પ્રજ્ઞા.૩૫, સ્થા.૫૫૫, આચા.૨.૧૭૯, બૃભા.૧૬૩૬, નહિ, પૃ. ૩૩. કમ્મવિવાગ (કર્મવિપાક) શુભ અને અશુભ કર્મોનાં ફળોને તેતાલીસ અધ્યયનોમાં સમજાવતો ગ્રન્થ.૧
૧. સમ. ૪૩.
કમ્મવિવાગદસા (કર્મવિપાકદશા) વિવાગસુયના પ્રથમ શ્રુતસ્કન્ધ દુહવિવાગનું બીજું નામ. તેમાં દસ અધ્યયનો નીચે પ્રમાણે છે– (૧) મિયાપુત્ત, (૨) ગોત્તાસ, (૩) અંડ(૨), (૩) સગડ, (પ) માહણ, (૬) હંદિસેણ, (૭) સોરિય, (૮) ઉદુંબર, (૯) સહસુદ્દાહ-આમલય, અને (૧૦) કુમારલેચ્છઇ. વિવાગસુયની વર્તમાન આવૃત્તિમાં આ જ શીર્ષકો નીચે આ અધ્યયનો ઉપલબ્ધ નથી.
૧. સ્થા. ૭૫૫.
કમ્મવેદ (કર્મવેદક) પણવણાનું પચીસમું પદ (પ્રકરણ).૧
૧. પ્રજ્ઞા, ગાથા ૬.
Jain Education International
૧
કમ્મારગામ (કર્માગ્રામ) જુઓ કંમારગામ.
૧. વિશેષા. ૧૭૧૧.
કયંગલા (કૃતાઙ્ગલા) એક નગર જ્યાં મહાવીર ગયા હતા. આ નગરના પરિસરમાં
1
For Private & Personal Use Only
www.jainelibrary.org