________________
૧૩૭
આગમગત પ્રાકૃત વિશેષનામોનો કોશ ઉત્તરજગ્નયણણિજુત્તિ (ઉત્તરાધ્યયનનિર્યુક્તિ) ભદ્રબાહુ(૨) દ્વારા ઉત્તરઝયણ ઉપર રચવામાં આવેલી ગાથાબદ્ધ નિર્યુક્તિપ્રકારની ટીકા.'
૧. આચાલી.પૃ.૮૪, આવનિ.૮૪, વિશેષા. ૧૦૭૯. ઉત્તરઢભરહ (ઉત્તરાર્ધભરત) જંબુદ્દીવમાં આવેલા ભરહ(૨) ક્ષેત્રનો ઉત્તરાર્ધ. તે વેયડૂઢ(૨) પર્વતની ઉત્તરે, ચુલ્લહિમવંત પર્વતની દક્ષિણે, પશ્ચિમ લવણસમુદ્રની પૂર્વે અને પૂર્વ લવણસમુદ્રની પશ્ચિમે આવેલો છે. તેની લંબાઈ પૂર્વ-પશ્ચિમ છે અને તેની પહોળાઈ ઉત્તર-દક્ષિણ છે. તે આવાડ કોમનું પણ વસવાટનું સ્થાન રહ્યું છે. તેમાં ગંગા અને સિંધુ(૧) નદીઓ વહે છે.
૧. જખૂ. ૧૬. ૨.જબૂ.પ૬,૫૮, આવચૂ.૧,પૃ.૧૯૪ ૩. જબૂ.૧૬,૭૪. ઉત્તરઢભરતકૂડ (ઉત્તરાર્ધભરતકૂટ) જંબૂદીવમાં આવેલા ભરત(૨) ક્ષેત્રગત વેયડૂઢ(૨) પર્વતનું શિખર.૧
૧. જમ્મુ ૧૨. ઉત્તરડૂઢમાણુસ્સખેર (ઉત્તરાર્ધમનુષ્યક્ષેત્ર) માણસખત્તનો (જયાં મનુષ્યો વસે છે)ઉત્તરાર્ધ. છાસઠ સૂર્યો અને છાસઠ ચન્દ્રો તેમાં ઊગે છે.
૧. સમ.૬૬. ઉત્તરદ્ધકચ્છ (ઉત્તરાર્ધકચ્છ) મહાવિદેહમાં આવેલા કચ્છ(૧) પ્રદેશના ઉત્તરાર્ધ. કચ્છના વેઢ(૧) પર્વતની ઉત્તરે, શીલવંત(૧) પર્વતની દક્ષિણે, માલવંત(૧) પર્વતની પૂર્વે અને ચિત્તકૂડ પર્વતની પશ્ચિમે તે આવેલો છે. સિંધુકુંડ તેમાં આવેલો છે."
૧. જબૂ.૯૩. ઉત્તરદ્ધભરહ (ઉત્તરાઈભરતી જુઓ ઉત્તરડૂઢભરહ.
૧. આવયૂ.૧,પૃ.૧૯૪, જબૂ. ૭૪. ઉત્તરપોટ્ટવયા (ઉત્તરપ્રૌષ્ઠપદા) એક નક્ષત્ર. આ અને ઉત્તરભદવયા એક છે.'
૧. સૂર્ય.૩૬. ૧. ઉત્તરબલિસ્સહગણ પિયર મહાવીરના નવ શ્રમણગણોમાંનો એક
૧. સ્થા.૬૮૦. ૨. ઉત્તરબલિસ્સહગણ મહાગિરિના બે શિષ્યો ઉત્તર અને બલિસ્સહ આચાર્યોથી શરૂ થયેલ શ્રમણગણ. તેની ચાર શાખાઓ હતી- કોલંબિયા, કોઠંબાણી, સુત્તિવત્તિયા અને ચંદણાગરી.
૧. કલ્પ(થરાવલી). ૭, કલ્પવિ.પૃ.૨૫૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org