________________
શબ્દપરિચય
ઉદીરણા : કર્મઉદય અને ઉદીરણામાં વિશેષ અંતર નથી. બંનેમાં કર્મળ વ્યક્ત થાય છે. ઉદીરણાની વિશેષતા એ છે કે કર્મનો વિપાક થાય તે પહેલાં તપ જેવા કોઈ વિશેષ પ્રયોગથી સમય પહેલાં કર્મનો વિપાક કરવામાં આવે છે. ઉદિત કર્મોના ફળ ભોગવવા તે ઉદય. સત્તામાં રહેલાને-અપક્વ કર્મોને ઉદયગત પ્રકૃતિને ઉદયમાં લાવી ભોગવીને ખતમ કરવાં તે ઉદીરણા.
ઉદીર્ણ : ફળ આપવાને યોગ્યરૂપે પરિણત થયેલા કર્મપુદ્ગલસ્કંધો. ઉદ્ગમ ઃ ઉત્પત્તિ સ્થાન. આહાર અને વસતિનો એક દોષ.
ઉદ્ગાર : બોલ, ધ્વનિ. ઉદ્ઘાટિત : પ્રકાશિત. ઉદ્ઘોષણા : જાહેરાત, ઢંઢેરો. ઉદ્બોધ : જાગ્રત કરવું, કથાત્મક બોધ. ઉદ્ભટ્ટ : અનુચિત વર્તન.
ઉધૃતઃ કોઈ વસ્તુમાંથી તેનો અલ્પ ભાગ લેવો. ઉર્તના કર્મોની અધ્યવસાય વડે
નાની સ્થિતિ મોટી કરવી. મંદ રસ તીવ્ર ક૨વા વગેરેમાં વપરાતું વીર્ય. ઉલના-કરણ : અમુક કર્મોને તેને અનુરૂપ અન્ય કર્મોમાં સંક્રમાવવાની જે ક્રિયા. જેમકે મિથ્યાત્વ અને મિશ્રમોહનીયને
Jain Education International
૫૫
ઉન્મીલન
સમ્યક્ત્વમાં સંક્રમાવવામાં વપરાતું વીર્ય તે.
ઉદ્દેશ : પદાર્થના નામ માત્રના કથનનો હેતુ - આશય. ઉદ્દેશ્ય : આશયવાળું. ઉદ્ધરવું ઃ ઉદ્ધાર કરવો. ઉદ્વા૨પત્ય : સાગર કાલનું પ્રમાણ. ઉધ્વસ્ત : જડમૂળથી નાશ પામેલું. ઉદ્દેધ : પૃથ્વીની પહોળાઈ. ઉદ્દેલન : સંક્રમણ કર્મ પ્રકૃતિનું સ્વજાતિમાં ભળી જવું. ઉદ્ભાવ ઉત્પત્તિ.
ઉદ્દવન પુનઃ પુનઃ સમ્યગ્દર્શનાદિ
ગુણોથી આત્માનું પરિણત હોવું. ઉદ્યાપન ઃ કોઈ વિશેષ તપાદિ
અનુષ્ઠાન પછી ઉત્સવની રચના. ઉદ્યોત : સવિશેષ સમ્યગ્દર્શન,
સમ્યજ્ઞાન, સભ્યચારિત્ર, સમ્યગ્ તપમાં વિશુદ્ધ ભાવનાયુક્ત તત્પર થતું. ઉદ્યોત નામકર્મની પ્રકૃતિ છે. આગિયા જેવાં જંતુઓના શ૨ી૨માં અલ્પ પ્રકાશ નીકળે છે. ચંદ્રનો પ્રકાશ શીત, ચંદ્ર સ્વયં શીત તે ઉદ્યોત નામકર્મની પ્રકૃતિ છે. ઉદ્રેક: વધારો, અતિશયતા. ઉન્મત્ત : કાયોત્સર્ગનો એક અતિચાર - (અતિ ઉત્સાહ)
ઉન્માન : પ્રમાણ.
ઉન્મિત્રઃ આહારનો એક દોષ.
For Private & Personal Use Only
www.jainelibrary.org