________________
શબ્દપરિચય
ઇંદ્રધનુ : મેઘધનુષ્ય. ઇંદ્રધ્વજ : પૂજાઓનો એક ભેદ. ઈંદ્રનીલ : નીલમણિ - નીલમ. ઈંદ્રપુર : વર્તમાન ઇન્દોર. ઇંદ્રપ્રસ્થ : વર્તમાન દિલ્હીનું અસલ
નામ.
ઇંદ્રભૂતિ ઃ ગૌતમ ગોત્રિય પ્રથમ ગણધર ગૌતમસ્વામી.
ઈંદ્રિય ઃ સંસારી શરીરધારી જીવને પદાર્થોના બોધ માટે સ્પર્શાદિ પાંચ ઇંદ્રિયો હોય છે. મન સૂક્ષ્મ ઈંદ્રિય છે તેથી અનિંદ્રિય કહેવાય છે. ઇંદ્રિયોનો બાહ્યાકા૨ દ્રવ્યેન્દ્રિય છે. અંદરનો ચક્ષુપટલ વગેરે ઉપકરણ છે. તેની અંદર આત્મપ્રદેશોની રચનાવિશેષ ભાવેન્દ્રિય છે. અર્થાત્ તેની સાથે જીવના જ્ઞાનનો ઉપયોગ - ક્ષયોપશમ તે સાક્ષાત્ સાધન છે. ઇંદ્રિયો પાંચ છે. ૧. સ્પર્શેન્દ્રિય, ૨. ૨સનેન્દ્રિય, ૩. ઘ્રાણેન્દ્રિય, ૪. ચક્ષુરિન્દ્રિય, પ. શ્રોત્રેન્દ્રિય. તેમાં મન અને ચક્ષુને પદાર્થોના પરમાણુઓનો સ્પર્શ થતો નથી તે અપ્રાપ્યકારી કહેવાય છે. શેષ ચાર પ્રાપ્યકારી છે. દરેક ઇંદ્રિયો પોતાના વિષયમાં સ્વતંત્ર છે. કેવળી ભગવંત પ્રત્યક્ષ જ્ઞાનયુક્ત હોવાથી તેમનું જ્ઞાન ઇન્દ્રિયાતીત છે. ઇંદ્રિયોની બોધવિશેષતા આત્માને પ્રસિદ્ધ કરે
Jain Education International
૫૧
ઈર્યાપકર્મ
છે. ઇન્દ્રિયોના આકારરૂપ પુદ્ગલની રચના વિશેષ તે બાહ્ય નિવૃત્તિ (રચના) આત્માના વિશુદ્ધ પ્રદેશોની ઇન્દ્રિયાકાર રચનાવિશેષ તે આત્યંતર નિવૃત્તિ રચના. (ઉપકાર) તે ઉપકરણ ઇન્દ્રિય. લબ્ધિ અને ઉપયોગ ભાવેન્દ્રિય છે.
ઇંદ્રિયય : પાંચે ઇંદ્રિયોના વિષયોને જીતે તે.
ઇંદ્રિયજ્ઞાન : મતિજ્ઞાન ઈંદ્રિયજન્ય છે. ઇંદ્રિયનિગ્રહ : ઇંદ્રિયો વશ રાખવી તે. ઇંદ્રિય પર્યાપ્તિ : નવીન શરીરની રચના
માટેની ઇંદ્રિયને યોગ્ય પર્યાપ્તિ. ઇંદ્રિયાતીત : જ્યાં ઇન્દ્રિયોથી પહોંચી શકાય તેવું નથી.
S
ઈજવું : અર્પણ કરવું.
ઈતભીત : સંકટ - ભય. સાત પ્રકારના છે. ઈપિથકર્મ : જે હેતુ – કર્મોથી આસવ થાય પણ બંધ ન થાય. પ્રથમ સમયે ફ્ળ આપી નિર્જરી જાય. સર્વથા કષાયરહિત સયોગી કેવળી ભગવંતને હોય. યોગમાત્રને કારણે જે કર્મ બંધાય તે ઇર્યાપથકર્મ. અઘાતીકર્મને કારણે સાતા વેદનીય કર્મ હોવા છતાં વેદન નથી કેમ કે તેનું સહકારી કારણ
For Private & Personal Use Only
www.jainelibrary.org