________________
પ્રસંગોચિત
એવો ઉલ્લેખ મળે છે કે ઘણા સૈકા પહેલાં તે કાળે અનાર્ય (ધર્મસંસ્કારરહિત) જેવા ગણાત આંધ્ર અને તમિળ જેવા દક્ષિણ ભારતના દેશોમાં તથા અન્યત્ર પણ [જુઓ, હરિભદ્રસૂરિ-કૃત ઉપદેશપ૬] સંપ્રતિ રાજાએ જૈન ધર્મનો પ્રચાર કરેલો. એ માટે તેણે ખસ સિદ્ધપુત્રો તૈયાર કરેલા, જેઓ ગૃહસ્થ હોવા છતાં સાધુ જેવા નિયમોનું પાલન કરી અનાર્ય દેશોમાં જૈનધર્મનો પ્રચાર કરતા, અનાર્ય લોકોને જૈન સાધુના આચાર-વિચારથી અભિજ્ઞ બનાવી તે ક્ષેત્રોને વિહાર-યોગ્ય બનાવતા.
આજે પરિસ્થિતિ પલટાઈ છે. તે કાળે સંપ્રતિ મહારાજાએ અનાર્યોને આર્ય બનાવવા પ્રયત્ન કરેલો, આ કાળે જૈનોને, ૫૨મ આર્યોને] જૈન તરીકે ટકાવી રાખવા અનેક ઉપાયો કરવા પડે, એવી સ્થિતિનું નિર્માણ થયું છે.
જૈનો આજે ભારતના સીમાડાંથી બહાર નીકળી દેશવિદેશ ઠેઠ અમેરિકા સુધી જઈ પહોંચ્યા છે. અમેરિકામાં ગયા પછી કેટલાક શ્રદ્ધાળુઓને લાગ્યું : ભારતથી આટલે દૂર આવી તો ગયા પણ અહીં ભારતીય સંસ્કૃતિ અને જૈન ધર્મના સંસ્કારો ટકવા મુશ્કેલ છે.'
તે ધર્મ ભાવનાવાળા જિજ્ઞાસુઓએ જેમની પાસે મળેલા સંસ્કારોનો વારસો છે, તે આવા વિચારથી જાગૃત થયા. અમેરિકામાં કેટલાય જૈનોના ઘરોમાં ઘર-દેરાસરો બન્યા છે તથા સંઘના મોટા દેરાસરો પણ બન્યા છે. બાળકો માટે પાઠશાળાઓનું નિર્માણ થયું. સર્વે પ્રશંસનિય છે.
અમેરિકા જેવા દેશોમાં રહેનારા માણસો ત્યાંના રંગે ન રંગાય તો જ નવાઈ ! ત્યાં રહેતા જૈનો પણ મદિરા-પાન તથા માંસાહાર તરફ ઢળવા લાગ્યા હતા અને છે, છતાં આવા વાતાવરણ વચ્ચે પણ કેટલાક જૈનો સ્વ-૫૨ સૌમાં જૈનત્વના સંસ્કાર ટકાવી રાખવા મથી રહ્યું છે, ભારતથી આવતા ધર્મવેત્તાઓને શ્રદ્ધાથી સાંભળી રહ્યા છે, પોતાના સંતાનોને જૈનત્વના રંગે રંગી નાખવા પ્રયત્ન કરી રહ્યા છે, તે પ્રશંસનીય છે. સુનંદાબહેન વહોરા છેલ્લા કેટલાક વર્ષોથી અમેરિકા આદિ દેશોમાં વસતા જૈનોના આમંત્રણથી પ્રતિવર્ષ ત્યાં જઈ પોતાના શ્રાવકાચારના પાલન સાથે ધર્મ-તત્ત્વનો પ્રચાર કરી રહ્યા છે. સૌના પ્રયત્નોના પરિણામ તેમને કંઈક અંશે સફળ થતા પણ લાગ્યા છે.
સુનંદાબહેન સ્વયં આરાધક અને ધર્મ તત્ત્વના જાણકાર છે. ત્યાંના લોકોને ધર્મની સમજ પડે તે ઉદ્દેશથી અનેક તત્ત્વપૂર્ણ પુસ્તકો પણ લખ્યાં છે હવે વિદેશમાં વસતા જૈનો માટે સવાલ એ થઈ પડે કે પુસ્તકોમાં આવતા કેટલાક જૈન પરિભાષિક શબ્દોના અર્થો શી રીતે જાણવા ? અમેરિકામાં તો કોઈ સાધુ કે વિશેષ અભ્યાસી મળે નહિ. તો શી રીતે જાણવું ?
અનેક લોકોની આવી જિજ્ઞાસાને ખ્યાલમાં રાખીને સુનંદાબહેને જાતે મહેનત કરીને આ પરિભાષિક શબ્દોનો વ્યાખ્યા સાથેનો કોશ તૈયાર કર્યો છે. જિજ્ઞાસુઓને તે અવશ્ય કામ લાગશે, તેવી આશા છે.
શબ્દથી અર્થમાં – અર્થથી ચિન્તનમાં – ચિન્તનથી ધ્યાનમાં – ધ્યાનથી લયમાં જવાનું છે. – લયમાં પ્રભુ સાથે એક બનવાનું છે. પરમ કૃપાળુ પરમાત્મા સાથે એક થવાના લક્ષ્ય સાથે આપણે જીવન જીવીએ.
Jain Education International
..
ધર્મલાભ – શુભાશિષ – વિજયકલાપૂર્ણસૂરિ વિ.સં. ૨૦૫૭, કા. સુ. ૭ ૩-૧૧-૨૦૦૧ પાલીતાણા, ગુજરાત [ભારત]
For Private & Personal Use Only
www.jainelibrary.org