SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દકોશ આ આકાશપ્રદેશ ઃ આકાશ નામના દ્રવ્યનો અવિભાજ્ય એટલે જેના ભાગ ન પાડી શકાય એવો ભાગ. આકાશભેદ : આકાશના પ્રકાર, લોકાકાશ અને અલોકાકાશ એમ બે જાતનાં આકાશ છે. આકાશાસ્તિકાય : છ પ્રકારનાં દ્રવ્યો માંનું એ નામનું દ્રવ્ય. દરેક વસ્તુને અવકાશ એટલે જગ્યા આપનાર દ્રવ્ય. આકાંક્ષા : બીજા ધર્મવાળાની વિભૂતિ એટલે સંપત્તિ જોઈ તેને પોતાની કરવાની ઇચ્છા, દર્શનના પાંચ અતિચારમાંનો બીજો. આર્કિચન્ય ઃ કોઈ પણ વસ્તુમાં મમત્વ બુદ્ધિ એટલે મોહ ન રાખવો તે, નિઃસ્પૃહતા. આગાર : ગૃહસ્થ, ગૃહસ્થાશ્રમી, છૂટ, મોકળાશ. આચામ્સ : ભાત જેવું લુખ્ખું અનાજ દિવસમાં એક વખત ખવાય એવું તપસ્વીઓનું આયંબિલ. આચારણા : આચરણ, વર્તન. આચારદીપ : આરતી ઉતારવાનો દીવો. આજીવક : ગોશાલકે સ્થાપેલો એક સંપ્રદાય. આજીવિક : ગોશાલાનો સાધુ. Jain Education International ૩૪૫ આત્મવચ્છેદ આણુપૂર્વીનામ : નામકર્મનો એક ભેદ. જે કર્મ પ્રમાણે જે ગતિમાં જીવ જવાનો હોય તે ગતિમાં તેને લઈ જાય છે. આતપનામ : નામકર્મના આઠ ભેદમાંનો એક, જેને લીધે જીવને ગરમી ને પ્રકાશ આપનાર શરીર મળે છે. સૂર્યના બિંબની પેઠે બીજાને તાપ પેદા કરનાર તેજવાળું શરીર મળે એવું નામકર્મ. આતાપના : ઠંડી, ગરમી સહન કરવી તે. આતાપી : આતાપના લેનાર. આત્મતત્ત્વ : આત્મજ્ઞાન, (જ્ઞાન), દર્શન (શ્રદ્ધા) અને ચારિત્રરૂપ ત્રણ તત્ત્વ. આત્મતોષણ : આત્મજ્ઞાનથી ઊપજતો આનંદ. આત્મત્વ : આત્મસાક્ષાત્કાર. આત્મત્વાભિનિવેષ : આત્મા હોવાની દૃઢ માન્યતા. આત્મનિષ્ઠ : આત્મામાં તલ્લીન, પોતામાં મગ્ન. આત્મપ્રપોષણ : પોતાનું સંરક્ષણ. આત્મપ્રબોધ ઃ જીવ સંબંધી જ્ઞાન. આત્મપ્રવણ: પોતા ત૨ફ વલણવાળું આત્મપરાયણ આત્મનિષ્ઠ. આત્મપ્રવાદ : એ નામનું એક શાસ્ત્ર. આત્મા પરમાત્મા વિષેની ચર્ચા. આત્મવચ્છેદ : અહંકાર જતો રહેવાથી થતું જીવ સંબંધી જ્ઞાન. For Private & Personal Use Only - www.jainelibrary.org
SR No.016040
Book TitleJain Saiddhantik Shabdaparichay
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherGunanuragi Mitro
Publication Year2001
Total Pages478
LanguageGujarati
ClassificationDictionary & Dictionary
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy