________________
શબ્દપરિચય
સતાગારવ : સુખની,
શરીરના
સ્વાસ્થ્યની અતિશય આસક્તિ. સાતાવેદનીય : વેદનીય કર્મની પ્રકૃતિમાં શુભ પ્રકૃતિનો ઉદય જેના વડે શરીરનું સ્વાસ્થ્ય સાતામય રહે. સાત્ત્વિકદાન : દાન આપે પણ માન કે ફળની ઇચ્છારહિત.
સાદિઃ જે વસ્તુનો પદાર્થની
અવસ્થાનો આરંભ થાય.
સાદિ અનંત : જેની આદિ છે પણ અંત નથી જેમકે ક્ષાયિક સમ્યક્ત્વ - કે સિદ્ધદશા
સાદિ સંસ્થાન ઃ છ સંસ્થાનમાંથી ત્રીજું સંસ્થાન, નાભિ નીચેના અવયવો પ્રમાણસર હોય, ઉપરના પ્રમાણસર ન હોય.
-
સાદિ સાંત : જેની આદિ છે અને અંત પણ છે જેમકે જીવની દેવ નારક આદિ અવસ્થાઓ. જીવ તે સ્થાને ઉત્પન્ન થાય અને મરણ પામે. સાદૃશ્ય : પદાર્થથી ભિન્નાભિન્ન રહેલો
ધર્મ તે સાદશ્ય. જેમકે આત્મા અને શરીર. લક્ષણથી ભિન્ન છે, ક્ષેત્રથી એક ક્ષેત્રાવગાહ છે.
સાધકદશા : આત્મા મોહનીયાદિ ઘાતી
કર્મોનો ક્ષય કરવા તરફ વર્તતો હોય તે સમયની અવસ્થા. સાધકપણાનો અર્થ : (દિ. સં.) એલકની પહેલાની ભૂમિકા અર્થાત્ સરળ ચારિત્રપાલન કરે. એકવસ્ત્ર રાખી
Jain Education International
૩૧૧.
સાધારણ વનસ્પતિકાય
ઘરમાં રહે કે ગુરુકુલમાં ૨હે. વૈયાવૃત્ય કરે. એક પાત્રમાં એક વાર બેસીને શ્રાવકના ઘરે ભિક્ષાભોજન કરે. ઉપવાસ પ્રત્યાખ્યાન કરે. શ્રાવક પાસેથી સામગ્રી મળે તો પ્રભુસેવા કરે. ભૂમિકાનુસાર અન્ય
ક્ષુલ્લકના
ભેદ છે.
સાધકાત્મા ઃ આત્માનું હિત કરે તેવી સાધનાવાળો.
સાધન ઃ નિમિત્ત, કા૨ણ કાર્યમાં સહાયક.
સાધર્મ્સ : સાધ્યમાં જેની વૃત્તિ નિશ્ચલ હોય તે.
સાધારણ : અનેક વસ્તુમાં કે વ્યક્તિમાં સમાનતાવાળું લક્ષણ તે. સાધારણ કારણ અનેક કાર્યોનું જે
કારણ હોય તે, એક કારણથી ભિન્ન ભિન્ન અનેક કાર્યો થતાં હોય તે કારણને સાધારણ કારણ કહેવાય.
સાધારણ દ્રવ્ય : ધાર્મિક સર્વ કાર્યોમાં વાપરવા યોગ્ય એવું સમર્પિત કરેલું દ્રવ્ય. જેમકે સાધારણ દ્રવ્યખાતું.
સાધારણ વનસ્પતિકાય : અનંત જીવો વચ્ચે એક જ ભોગ્ય શ૨ી૨ પ્રાપ્ત હોય. એક જ ઔદારિક શરીરમાં અનંતા જીવોનું હોવું. તેમાં સૂક્ષ્મ નિગોદ કે જે ચર્મચક્ષુગ્રાહ્ય નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org