________________
વૈક્રિયિક શરીર
તેમાં આત્મપ્રદેશોને સ્થિર કરી તે શરીર ભોગવવા દ્વારા વૈક્રિય શરી૨ નામકર્મનો નાશ કરવો. વિવિધ ઋદ્ધિઓના માહાત્મ્યથી સંખ્યાત અસંખ્યાત યોજન શરીરને વ્યાપક કરી જીવપ્રદેશોના અવસ્થાનને વૈક્રિયિક સમુદ્દાત | કહે છે. વૈક્રિય શરીરના ઉદયવાળા દેવો નાકો પોતાના સ્વાભાવિક આકારને છોડીને અન્ય આકારો બનાવે તે. દેવો મૂળ શરીરે ધરતી પર આવતા નથી. વૈક્રિયિક શરીર ઃ (વૈક્રિયશરી૨) એક
શરીર હોવા છતાં બીજાં નાનાં મોટાં અનેક શરી૨ બનાવવાની જે શક્તિ - લબ્ધિ તેના બે ભેદ છે.
૧
ભવપ્રત્યય જે દેવો અને નારકોને જન્મથી હોય છે. યોગીજનોને તપની વૃદ્ધિ વડે પ્રગટ થાય છે. તેમનું શરીર ઔદારિક છે, તે આત્મ પ્રદેશોનું તે પ્રકારનું કંપન વૈક્રિય. કાયયોગ છે. તે વિવિધ ઋદ્ધિઓથી યુક્ત હોય છે. પોતાના શરીરને સિંહ આદિ જેવું બનાવવું તે એકત્વ વિક્રિયા છે.
અને બહારમાં મકાન મંડપ જેવી રચના કરવી તે પૃથકત્વ-ભિન્ન વિક્રિયા છે. પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, પર્યાપ્ત તેજ અને વાયુના જીવોને વૈક્રિય શરીર હોય છે. દેવ
Jain Education International
૨૭૦
જૈન સૈદ્ધાંતિક
નારક સિવાય તે સૌને લબ્ધિ યુક્ત હોય છે. તેજ તથા વાયુના પ્રચંડ રૂપને વૈક્રિય શરીર કહે છે. વાયુનો ઝંઝાવાત અગ્નિનો દાવાનળ તે વૈક્રિયતા છે.
વૈતરણી : નરકની એક નદી. વૈતૃષ્ણા ઉપેક્ષા. નૈતૃષ્ણય : સમતા- સંતોષ.
વૈનયકી બુદ્ધિ : ગુરુજનોના વિનય કરવાથી ઉત્પન્ન થતી બુદ્ધિ. વૈમાનિક દેવ : ઉચ્ચ કોટિના દેવો, બાર
દેવલોક (દિ. સં. પ્રમાણે ૧૬) તથા નવ પ્રૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવો. વૈયધિક૨ણ્ય વિરુદ્ધ અધિકરણમાં (વસ્તુ) રહેનાર, ભિન્ન જગાએ રહેના૨ જેમ જળ અને અગ્નિ બંનેનાં લક્ષણ ભિન્ન છે, એકસાથે રહેતાં નથી. બીજી રીતે એક વસ્તુમાં બે વિરોધી તત્ત્વ રહે છે. જેમ કે નિત્ય-અનિત્ય. અનેકાંતવાદમાં સાપેક્ષપણે બે વિરોધી વસ્તુ રહી છે, તેથી તૈયાયિકો તેના ૫ર વૈયધિકરણ્યદોષ દર્શાવે છે. વૈયાવૃત્ત–વૈયાવચ્ચ : ગુરુજનો, તપસ્વીઓ, ગ્લાન, ઉપકારીઓ, ગુણીજનો વડીલજનોની સેવા, સા૨વા૨, ભક્તિ કરવી તે. તન, મન, ધન, ભાવથી તેમને પ્રસન્નતા અને શાતા પહોંચે તે પ્રમાણે સેવા
For Private & Personal Use Only
www.jainelibrary.org