________________
વેદક
તે તે શરીરનું તે જાતિ ચિહ્ન તે દ્રવ્યવેદ છે, તે જન્મપર્યંત રહે છે. પરંતુ ભાવવેદમાં કષાય-વાસના વિશેષ હોવાથી ક્ષણમાત્રમાં બદલાઈ જાય છે. દિ. સં. પ્રમાણે દ્રવ્યવેદથી માત્ર પુરુષની મુક્તિ સંભવ છે. પરંતુ ભાવવેદથી ત્રણેનો મોક્ષ સંભવ છે. શ્વે. સં. પ્રમાણે દ્રવ્યથી પણ ત્રણવેદથી મુક્તિ છે. માત્ર નિમિત્ત કારણ છે. આ વેદ એટલે દ્રવ્યલિંગ. આત્માના ચૈતન્યરૂપ પર્યાયમાં મૈથુનરૂપ ચિત્તવિક્ષેપનું ઉત્પન્ન થવું તે વેદ છે. નામકર્મના ઉદયથી થાય તે દ્રવ્ય લિંગ. અને તે પ્રમાણે આત્મપરિણામ થવા તે ભાવલિંગ છે. તેમાં સ્ત્રી-પુરુષને અન્યોન્ય ચારિત્રમોહનીયના નોકષાયના વિકલ્પરૂપ અભિલાષા થાય છે. નપુંસકમાં બંને પ્રકારની અભિલાષા થાય છે. જેને ત્રણે પ્રકારના વેદોથી ઉત્પન્ન થતો અંતર્દાહ દૂર થયો છે તે વેદરહિત છે.
નકગતિ, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સમૂર્ચ્છનમનુષ્ય, તથા તિર્યંચોમાં કેવળ નપુસંકતેદ હોય છે. ભોગભૂમિના (અકર્મ) મનુષ્ય તથા તિર્યંચ અને સર્વ પ્રકારના દેવોમાં સ્ત્રી-પુરુષ, વેદ હોય છે. કર્મભૂમિ
Jain Education International
૨૬૮
જૈન સૈદ્ધાંતિક
જ મનુષ્ય તથા પંચેન્દ્રિય તિર્યંચમાં ત્રણે વેદ હોય છે. તીર્થંકર નામ કર્મ પ્રકૃતિનો બંધ યદ્યપિ ત્રણે વેદોમાં થાય છે પરંતુ તેનો ઉદય દિ.સં. પ્રમાણે પુરુષવેદમાં થાય છે. તે માને છે કે સમ્યગ્દષ્ટ જીવને સ્ત્રીવેદનો કર્મ બંધ થતો નથી. તેમ તેને સ્ત્રી પર્યાયનો ઉદય થતો નથી વૈદક : ઉદયનો ભોક્તા. ઉદયકર્મનો અનુભવ.
વેદક સમ્યગ્દર્શન ઃ કૃતકૃત્ય સમ્યગ્ દર્શન પહેલાં થતું સમ્યગ્દર્શન. વેદન : જ્ઞાન, અનુભવ. વેદના : વર્તમાન કે ભવિષ્યમાં થતો
સુખ અને દુઃખનો અનુભવ. વિશેષ દુ:ખની પીડાને વેદના કહેવામાં આવે છે. તે વેદના આર્તધ્યાન છે. ચેતના, ઉપલબ્ધિ, વેદના એકાર્યવાચી છે. આઠ કર્મોનો અનુભવ વેદના છે. કારણ કે કર્મોનો અનુભવ થાય છે, વેદના સમુદ્દાત : શરીરમાં અસાતા
વેદનીયના ઉદયથી પીડા થાય ત્યારે સર્વ આત્મપ્રદેશો સ્થિર કરી, સમભાવ રાખી, પીડા સહન કરી અસાતાના દલીકોને જલ્દી નાશ કરવો તે. તીવ્ર પીડાના અનુભવથી અતિવેદનાવશ જીવપ્રદેશોનું વિખંભ તથા ઉત્સેધની અપેક્ષાએ ત્રણગુણા ફેલાઈ જવું તે, શરીરમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org