________________
લેશ્યાતીત
૨૪૨
લેપ દ્વારા આત્માના પરિણામ લેપાય છે. આત્માના પ્રદેશો અને કર્મનો સંયોગ કરવામાં લેશ્યા મુખ્ય છે. અર્થાત્ મિથ્યાત્વ, અવિરતિ, કષાય યોગ લેશ્યાના હેતુ છે.
લેશ્યાતીત : ઉપરોક્ત લેશ્યાના સંબંધ
રહિત મુક્ત જી. ચૌદમા
ગુણસ્થાનકવાળા,
તથા સિદ્ધ
પરમાત્મા.
લોક : જૈનઅભિમત પ્રમાણે આ અનંત આકાશની મધ્યનો અનાદિ તથા અકૃત્રિમ ભાગ જેમાં જીવ-અજીવ (પુદ્ગલ) આદિ છ દ્રવ્યનો સમુદાય રહેલો છે તે લોક છે. અનંત આકાશની અપેક્ષાએ મનુષ્યાકાર આકાશનો આ ભાગ લોક કહેવાય છે. તેની ચારે બાજુ ત્રણ પ્રકારનું વાયુમંડળ છે. લોકની ઉપરથી નીચે સુધીના મધ્યમાં એક રાજુ પ્રમાણ ફક્ત ત્રસનાડી છે. જેમાં સ્થાવર અને ત્રસ બંને જીવો રહેલા છે. તેની બહાર ત્રસજીવો ન હોવાથી ત્રસનાડી કહેવાય છે. જેમાં ત્રણ વિભાગ છે. અધોલોક, મધ્યલોક, ઊર્ધ્વલોક, લોકાગ્રે સિદ્ધલોક છે. અધોલોકમાં નરક છે, મધ્યલોકમાં મનુષ્ય તથા તિર્યંચ છે. ઊર્ધ્વલોકમાં દેવો છે. સિદ્ધલોકમાં મુક્તજીવો
છે.
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
જન્મમરણરૂપ આ સંસાર લોક કહેવાય છે. મધ્યલોક - અઢીદ્વીપમાં જંબુદ્વીપ, ધાતકીખંડ અર્ધપુષ્કર દ્વીપ છે. જેમાં મનુષ્યોનો નિવાસ છે. શેષ દ્વીપોમાં તિર્યંચ અને ભૂતપ્રેત આદિ અંત૨ દેવો છે. લોકનું ક્ષેત્ર ચૌદ રાજુ છે. સાત રાજુ પ્રમાણ અધોલોક, એક રાજુ પ્રમાણ મધ્યલોક, દેવલોક પાંચ રાજુ. લોકાગ્ર એક રાજુ છે. આ લોકમાં ત્રસનાડી સિવાય સર્વત્ર સૂક્ષ્મજીવો સઘનપણે રહેલા છે. તેજસ્કાયિક જીવો કેવળ કર્મભૂમિમાં છે. અધોલોકમાં તથા ભવનવાસીઓના વિમાનમાં પાંચે સ્થાવરકાયના જીવો રહેલા છે. આકાશના જેટલા ભાગમાં જીવ-અજીવ આદિ છ દ્રવ્ય છે તે લોક છે. અને તેની ચારે બાજુ શેષ અનંત આકાશ છે. તે અલોકાકાશ છે, તેમાં ગતિ સહાયક ધર્માસ્તિકાય અને સ્થિતિ સહાયક અધર્માસ્તિકાય ન હોવાથી મુક્તાત્માઓ પણ લોકાગે સ્થિત થાય છે. તેની ઉપર ગતિ કરી શકતા નથી. અધોલોકનો આકાર વેત્રાસનના જેવો છે. મધ્યલોકનો આકાર ઊભા મૃદંગના ઉપરના ભાગ (ઝાલ૨) જેવો છે. ઊર્ધ્વલોકનો
For Private & Personal Use Only
www.jainelibrary.org