________________
લબ્ધિ
પ્રાપ્ય કર્યું છે તે.
લબ્ધિ ઃ શાન આદિ વિશેષ શક્તિને લબ્ધિ કહે કે ક્ષયોયશમ શક્તિ કહે છે. અર્થાત્ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમ વિશેષને લબ્ધિ કહે છે. જેના કારણે આત્મા દ્રવ્યેન્દ્રિયની રચના કરવામાં ઉત્સુક થાય છે. અર્થાત્ જીવના મતિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિ દ્વારા પદાર્થના બોધને ગ્રહણ કરવાવાળી શક્તિ. ગુણપ્રાપ્તિના અર્થમાં તપ વિશેષથી પ્રાપ્ત થયેલી ઋદ્ધિશક્તિ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યશ્ચારિત્રમાં જીવના ઉપયોગનું જોડાવું. મુક્તિ થતાં સુધી ઇષ્ટ વસ્તુની પ્રાપ્તિ માટે અણિમા વગેરે વૈક્રિયશક્તિને લબ્ધિ કહે છે. લબ્ધિઓની પરંપરા તથા તેનો ઉપાય જે આગમમાં કહ્યો હોય તે આગમ લબ્ધિ.
દાનાદિ લબ્ધિ વીર્યંતરાયના ક્ષયોપશમથી કે ક્ષયથી જે પાંચ લબ્ધિઓ પ્રગટ થાય તે પાંચ પ્રકારની ક્ષયોપશમ કે ક્ષાયિક લબ્ધિ કહેવાય છે. ક્ષયોપશમથી અલ્પાદિક (એક દેશીય) લબ્ધિ પ્રગટ થાય છે.
લબ્ધિ અપર્યાપ્ત : જન્માંતરે જતાં નવીન દેહની રચના કરતાં જે
Jain Education International
૨૪૦
જૈન સૈદ્ધાંતિક
પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરવા માટે સમર્થ ન થાય. પર્યાપ્તિ પૂર્ણ કરતાં પહેલાં મરણ પામે કુલ છ પર્યાપ્તિમાંથી ત્રણ પર્યાપ્તિ કરે પણ ચોથી પર્યાપ્તિ કરતાં પહેલાં મરણ પામે.
લબ્ધિ ઇન્દ્રિય : આત્મામાં પ્રગટ થયેલ
જ્ઞાનશક્તિ ઇંદ્રિય સહાયક છે. લબ્ધિ પર્યાપ્ત: જે પોતાને યોગ્ય પર્યાપ્તિ પૂરી કરે પછી જ મૃત્યુ પામે તે લબ્ધિપર્યાપ્ત.
લબ્ધિ પ્રત્યયિક : જે વૈક્રિય શરીરની પ્રાપ્તિમાં લબ્ધિ જ કારણ છે, પરંતુ ભવ કારણ નથી તે. તેમાં મનુષ્યો અને તિર્યંચોનું અવધિજ્ઞાન તથા વૈક્રિય શરીર, જે લબ્ધિ તપ દ્વારા પ્રાપ્ત થાય છે તે.
લબ્ધિસાર : દિ. આ. નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દ્વારા રચિત પ્રાકૃત ગાથાબદ્ધ ગ્રંથ.
લભ્ય ઃ પ્રાપ્ત થઈ શકે તેવું સુલભ. લલિતાંગદેવ : ઈશાન સ્વર્ગના દેવ. ભગવાન ઋષભદેવનો આઠમો
ભવ.
લલ્લક : છઠ્ઠી નરકનું ત્રીજું પટલ. લવણતાપિ : આકાશોપપન્ન દેવ. લવણ સમુદ્ર ઃ મધ્યલોકનો પ્રથમ સમુદ્ર
જેનું જળ ખારું છે. જંબુદ્વીપને વલયાકારે વીંટળાયેલો સાગર. હાલ સિલોન, શ્રીલંકા
લંકા :
For Private & Personal Use Only
www.jainelibrary.org