________________
શબ્દપરિચય
૨૨૩
મોહનીય
આ બંનેના ઉદયથી જીવ રાગ દ્વેષને આધીન થઈ પરિભ્રમણ કરે ! છે. દર્શનમોહની ત્રણ પ્રકૃતિ છે. ૧ મિથ્યાત્વ મોહનીયઃ જેના ઉદયથી જીવ સર્વજ્ઞ પ્રણીત માર્ગથી વિમુખ થાય છે. વિપરીત માન્યતા કરે છે. હિતાહિતનો વિચાર કરવામાં અસમર્થ હોય છે. ૨ મિશ્ર મોહનીયઃ જે કર્મના ઉદયથી જિનવર કથિતતત્ત્વોમાં - આગમમાં શ્રદ્ધા તથા તેના પ્રતિપક્ષ કુદેવ કુશાસ્ત્રાદિમાં શ્રદ્ધા યુગપતું હોય છે. સમ્યગુ મિથ્યાપ્રકૃતિ કહેવાય છે. ૩ સમ્યકત્વ મોહનીય : ક્ષયોપશમ સમ્યકત્વ. જે કર્મપ્રકૃતિના ઉદયથી આપ્તવચનમાં-જિનવર કથિત પદાર્થોમાં શ્રદ્ધા છે પરંતુ તેમાં કંઈક અસ્થિરતા-શિથિલતા છે. વળી સત્તામાંથી આ પ્રકૃતિઓનો ક્ષય થયો નથી તેનો ઉદય થવાની શક્યતાવાળી પ્રકૃતિ છે. દર્શન મોહનીય પ્રકૃતિના બંધનું કારણ કેવળી, શ્રુત, સંઘ, ધર્મ, દેવાદિનો અવર્ણવાદ, અનાદર છે. સત્ય મોક્ષમાર્ગને અસત્ય અને અસત્ય મોક્ષમાર્ગની સત્ય પ્રરૂપણા કરવી તે છે. ચારિત્રમોહનીય: અસંયમભાવ !
મિથ્યાત્વ, અવિરતિ, કષાયની પાપરૂપ ક્રિયાઓ કરવી તે તથા ઘાતી કર્મોની સર્વ પ્રકૃતિ પાપરૂપ છે. તે ચારિત્રને આવરણ કરે છે. તે પાપક્રિયાઓના તથા રાગાદિના અભાવને તથા સક્રિયાના આચરણને ચારિત્ર કહે છે, જે ગ્રાહ્ય છે. ચારિત્રમોહનયના બે ભેદ છે. ૧. કષાયમોહનીય, ૨. નોકષાય-મોહનીય. કષાયમોહનીયના ૧૬ ભેદ છે. ૧. અનંતાનુબંધી, ૨. અપ્રત્યાખ્યાના-વરણ, ૩. પ્રત્યાખાના-વરણ ૪. સંજ્વલન, એ ચારના ક્રોધ, માન, માયા, લોભ = ૧૬ નોકષાયમોહનીય નવ પ્રકારના છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ નપુંસકવેદ. કષાય કે નોકષાય વેદનીય કર્મના ઉદયથી જીવ તે તે પ્રકૃતિના કર્મનું વેદન કરે છે. જેટલો કષાયનો અભાવ તેટલું ચારિત્ર છે, જેટલો કષાયનો ઉદય તેટલી ચારિત્રની અશુદ્ધિ છે. આત્માને ચારિત્રથી યુત કરવાનું કાર્ય ચારિત્રમોહનીયનું છે. નિશ્ચયથી શુદ્ધાત્માનુભવથી શ્રુત કરવાનું ચારિત્રમોહનીયનું કાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org