________________
મોક્ષ
૨૨૦ આઠ કર્મોનો નાશ થવાથી આઠ ગુણો અનંત સામર્થ્ય યુક્ત પ્રગટ થાય છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર (ક્ષાયિકસમ્યકત્વ) અનંતવીર્ય. અરૂપીત્વ (સૂક્ષ્મત્વ) અગુરુલધુ, અવ્યાબાધ સુખ, અનંત સ્થિતિ. આ ઉપરાંત અનંત ગુણો પ્રગટ થાય છે. જેટલા જીવ સિદ્ધ થાય છે તેટલા જીવ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે, તેવી જગત સ્થિતિ કેવળગમ્ય છે. નિગોદના
જીવો અનંતાનંત છે, અનંત જીવો મોક્ષે જવા છતાં સંસાર અનંત જીવોથી ભરેલો જ રહેવાનો છે. બંધ હેતુઓના મિથ્યાત્વાદિ) અભાવ અને સકામ નિર્જરાથી દ્રવ્ય-ભાવ સર્વ કર્મોનો આત્યંતિક ક્ષય થવો તે મોક્ષ છે. જેમ બેડીથી બાંધેલો પ્રાણી બેડીથી મુક્ત થઈ સ્વતંત્ર બને છે તેમ જીવ સંસારનાં સર્વ કર્મથી મુક્ત થઈ સ્વતંત્ર બને છે, અને સ્વસુખનો અનુભવ કરે
જૈન સૈદ્ધાંતિક છે, જે કેવળી ભગવંતને શરીરાવસ્થામાં હોય છે. સ્વરૂપમાં અવસ્થાન તે વાસ્તવિક મોક્ષ છે. દ્રવ્યમોક્ષ: ભાવમોક્ષના નિમિત્તથી જીવ કર્મોના પ્રદેશોથી મૂળમાંથી જુદો થઈ જાય છે. કર્મના એકપણ પરમાણુનો જ્યાં સ્પર્શ નથી તે દ્રવ્યમોક્ષ. સર્વકર્મમળથી મુક્ત અશરીરી આત્મા ઊદ્ગલોકના અંતે સર્વજ્ઞસર્વદર્શી અનંત અતીન્દ્રિય સુખનો અનુભવ કરે છે. તેઓ
કૃતકૃત્ય છે.
જ્યાં જન્મ-મરણ સંયોગ-વિયોગ, ભય-દુઃખ રોગ-શોકનો આત્યંતિક અભાવ છે તે સિદ્ધગતિ છે. તે સિદ્ધશિલા અથવા ઈષત્રાગભાર આઠમી પૃથ્વી કહેવાય છે. આઠ સમયથી અધિક છ માસમાં ચતુર્ગતિ જીવરાશિમાંથી નીકળીને ૧૦૮ જીવ મોક્ષમાં જાય છે. ત્યારે તેટલા જીવ તે સમયમાંથી નિગોદ ભવમાંથી નીકળી ચતુર્ગતિરૂપ ભવને પામે છે. (વ્યવહારરાશિમાં) અન્ય (દિસં.થી કથન.) કે ક્ષેપકના મૃત શરીરના મસ્તક કે દતપંક્તિને જો કોઈ પક્ષીગણ લઈને પર્વતના શિખર પર મૂકી દે તો જણાય કે તે જીવમુક્ત થયો છે. મોક્ષપ્રાપ્તિનો
ઉપાય
મોક્ષ બે ભેદ છે. ૧. ભાવમોક્ષ ૨. દ્રવ્યમોક્ષ. ભાવમોક્ષ કર્મોને નિર્મુલ કરવામાં સમર્થ એવા શુદ્ધાત્માની ઉપલબ્ધિરૂપ નિશ્ચય રત્નત્રયાત્મક જીવનો શુદ્ધ પરિણામ ભાવમોક્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org