________________
શબ્દપરિચય
બંધને બંધવિધાન કહે છે. બંધસ્થાન : એક. જીવ એકસાથે જ્ઞાનાવરણીયાદિ એકેક કર્મની કેટલી કેટલી પ્રકૃતિઓ બાંધે તે. બંધસ્વામિત્વ : ત્રીજા કર્મગ્રંથનું નામ. નરકત આદિ ૬૨ માર્ગણાઓમાં કઈ કઈ માર્ગણામાં વર્તતો જીવ કેટલાં કર્મ બાંધે તે. બાદર : સ્થૂલ, ચક્ષુગોચર. એક જીવનું એક શરીર અથવા અનેક જીવોનાં અનેક શરીરો ભેગાં થાય અને તે ચક્ષુથી જોઈ શકાય, તેવા પુદ્ગલ સ્કંધો.
બાદર પર્યાપ્તાઃ જે જીવોનાં શરીરો ચક્ષુગોચર છે, પોતાના ભવને યોગ્ય ૪/૫/૬ પર્યાપ્તિઓ જેણે પૂરી કરી છે. અથવા પૂરી કરવા સમર્થ છે તેવું બાદર પર્યાપ્ત નામકર્મ. સવિશેષ પૃથ્વી આદિથી જે રોકાઈ જાય અથવા બીજાને રોકે. જેમ કપડાં વડે રેતનું રોકાવું. તે બાદર છે.
બાદરેકેન્દ્રિય : જેને સ્પર્શની એક જ ઇન્દ્રિય મળી છે તેવા પૃથ્વી આદિ સ્થાવર જીવો, જે ચક્ષુથી ગોચર થાય તેવા શરીરવાળા. કોઈ પણ આધારનું નિમિત્ત પ્રાપ્ત કરીને જ નિવાસ કરે.
બાર પર્ષદા : ભગવાનના સમવસરણમાં ૧૨ જાતના જીવોનો સમૂહ
Jain Education International
બાહ્ય પરિગ્રહ પ્રભુની દેશના સાંભળનાર હોય તે. ૧. ભવનપતિ, ૨. વ્યંતર, ૩. જ્યોતિષ્ક, ૪. વૈમાનિક, દેવો ૫ થી ૮ આ ચારે દેવોની દેવીઓ. ૯ સાધુ, ૧૦ સાધ્વી, ૧૧ શ્રાવકો, ૧૨ શ્રાવિકાઓ. બારસઅણુવેખા : બાર અનુપ્રેક્ષા અનિત્યાદિ ભાવનાઓ. બાલ : બાલ જીવ, મંદ બુદ્ધિ. બાલ તપ : યથાર્થતારહિત મિથ્યાષ્ટિ
અજ્ઞાની જીવના તપ. વ્રત વગેરે. બાલમરણ : મિથ્યાસૃષ્ટિ જીવોનું તથા
સામાન્ય જીવોનું મરણ. બાહુલ્ય ઃ વિવિધતા - વિચિત્રતા. બાહ્ય ઃ અન્યના જોવામાં આવે તેવી
ક્રિયા, વ્રત, તપ વગેરે. બાહ્યઉપકરણ ઇન્દ્રિય : જે તે વિષયને
ગ્રહણ કરવાવાળી અંદરની ઇંદ્રિય જેમ શબ્દ શ્રવણના અંદરના પુગલિવશેષ.
૧૮૭
બાહ્યતપઃ ઉપવાસાદિ દેખાય તેવા છ બાહ્ય તપ.
બાહ્યનિવૃત્તિ ઇન્દ્રિય : બહાર દેખાતી ચામડીરૂપ, અંદરની ઇન્દ્રિયની માત્ર રક્ષા કરનારી એવી પુદ્ગલના આકારવાળી ઇન્દ્રિયો. જેમકે આંખની પાંપણ. પલક દ્વારા નિવૃત્તિનો ઉપકાર કરે તે બાહ્ય ઉપકરણ.
બાહ્ય પરિગ્રહ : ધન, ધાન્ય, રૂપું, સોનું,
For Private & Personal Use Only
www.jainelibrary.org